શોધખોળ કરો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં હવે જોવા મળશે નવી ‘સોનુ’? આ અભિનેત્રી ભજવશે નવી સોનુની ભૂમિકા?
આ પાત્ર ભજવનાર કલાકાર નિધિ ભાનુશાલીએ તેના અભ્યાસના કારણે સીરિયલ છોડી દીધો છે. ત્યારે હવે કાર્યક્રમના ડાયરેક્ટરે નવી ‘સોનૂ’ની શોધ કરી રહ્યા છે અને એવા પણ સામાચાર છે કે તેમને નવી સોનૂ મળી પણ ગઈ છે.

મુંબઈ: લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સતત કોઈ ન કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ટીવીની આ પોપ્યુલર સીરિયલ દાયકાથી દર્શકોનું મનોરંજન પૂરું પાડી રહી છે. આ સીરિયલનું દરેક પાત્ર ચાહકોના દિલોમાં વસી ગયું છે. જોકે છેલ્લા ઘણાં સમયથી સીરિયલનું મુખ્ય પાત્ર ‘દયાભાભી’ ગેરહાજર છે. તેમ છતાં સીરિયલે તેની લોકપ્રિયતા ગુમાવી નથી.
સીરિયલનું વધુ એક પાત્ર ‘સોનૂ’ પણ છેલ્લા ઘણાં સમયથી સીરિયલમાંથી ગાયબ છે. પરંતુ હવે તેના સંબંધીત એક સમાચાર સામે આવ્યા છે. મીડિયા સૂત્રોથી જાણવા મળ્યું છે કે, આ પાત્ર ભજવનાર કલાકાર નિધિ ભાનુશાલીએ તેના અભ્યાસના કારણે સીરિયલ છોડી દીધો છે. ત્યારે હવે કાર્યક્રમના ડાયરેક્ટરે નવી ‘સોનૂ’ની શોધ કરી રહ્યા છે અને એવા પણ સામાચાર છે કે તેમને નવી સોનૂ મળી પણ ગઈ છે.
મીડિયા સૂત્રોની માનીએ તો, આ સીરિયલમાં સોનૂના પાત્ર માટે પલક સિધવાનીને એપ્રોચ કરવામાં આવ્યો છે. જો પલક સીરિયલમાં એન્ટ્રી કરશે તો ટીવીની દુનિયામાં ન્યૂકમર તરીકે તેનું ડેબ્યૂ થશે. જોકે આ પહેલા પલક એક ફિલ્મમાં નજરે આવી ચૂકી છે.
આ ઉપરાંત રોનિત રોય અને ટિસ્કા ચોપડાની વેબ સિરીઝ ‘હોસ્ટેજ’માં પણ કામ કરી ચૂકી છે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, પલકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સીરિયલનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે અને જલ્દી શોમાં જોવા પણ મળશે.



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
