વધુ એક હૉટ એક્ટ્રેસ બનવા જઇ રહી છે માં, ઇન્સ્ટા પર શેર કર્યા બેબી બમ્પના ફોટોઝ
પ્રણિતા સુભાષે વર્ષ 2010માં ફિલ્મ પોકિરીથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યુ હતુ. આની સાથે જ તેને કેટલીય સાઉથ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો છે.
Pranitha Subhash: ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ હવે સોશ્યલ મીડિયા પર પોતાની પ્રેગનન્સીના ન્યૂઝ પર શેર કરી છે, અને ક્યારેક ક્યારેક તો બેબી બમ્પ અચાનક ફ્લૉન્ટ કરીને ફેન્સને ચોંકાવે પણ છે, હવે આ કડીમાં સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ પ્રણિતા સુભાષે (Pranitha Subhash) પણ પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરીને ફેન્સને પોતે માતા બનવાની જાણકારી આપી છે. પ્રણિતા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ લોકપ્રિય હીરોઇન છે. તાજેતરમાં જ પ્રણિતા સુભાષે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
પ્રેગનન્સી પીરિયડનો લુત્ફ ઉઠાવતી પ્રણિતા સુભાષે બે તસવીરો શેર કરી છે, જેમાં તમે જોઇ શકો છો કે પ્રણિતા સુભાષ કેટલી ખુશ છે, અને પોતાના આવનારા બાળકને લઇને મુસ્કુરાઇ રહી છે. આવુ પહેલીવાર નથી બન્યુ કે પ્રણિતા સુભાષે આ રીતે પોતાનો બેબી બમ્પ બધાની સામે ફ્લૉન્ટ કર્યો હોય. આ પહેલા પણ અનેકવાર એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર આવી તસવીરો શેર કરી ચૂકી છે.
View this post on Instagram
પ્રણિતાએ વર્ષ 2020માં કૉવિડના કારણે પોતાના લગ્નનો પ્રૉગ્રામ પ્રાઇવેટ રાખ્યો હતો. એક બિઝનેસ મેનની સાથે લગ્નના બંધનમાં બંધાનારી પ્રણિતા સુભાષ બહુજ જલદી માં બનવાની છે. પ્રણિતા સુભાષની આ તસવીરોમાં એક વાતનો અંદાજ આસાનીથી લગાવી શકાય છે, કે પ્રણિતા પોતાના વૈવાહિક જીવનથી ખુબ ખુશ છે, અને નાના મહેમાનના આગમન માટે ખુબ ઉત્સુક છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, પ્રણિતા સુભાષે વર્ષ 2010માં ફિલ્મ પોકિરીથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યુ હતુ. આની સાથે જ તેને કેટલીય સાઉથ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો છે. એટલુ જ નહીં વર્ષ 2021માં ફિલ્મ હંગામા 2થી પ્રણિતાએ હિન્દી સિનેમા પણ પોતાનો પગ મુક્યો છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--