શોધખોળ કરો
Advertisement
ભત્રીજીની મહેંદી સેરેમનીમાં પહોંચવા માટે રવીના ટંડને પકડી ઓટો રિક્ષા, વીડિયો વાયરલ
બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રવીના ટંડન ઓટો રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળી રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રવીના ટંડન ઓટો રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળી રહી છે. રવીનાના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો શેર કરતા રવીનાએ જણાવ્યું કે તે પોતાની ભત્રીજીની મહેંદી સેરમનીમાં જઈ રહી હતી. મોડી થવાના કારણે તેણે કારના બદલે ઓટોમાં જવાનું પસંદ કર્યું હતું. રવીનાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રવીનાનો આ વીડિયો અત્યાર સુધીમાં એક લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યો છે.
આ સાથે જ રવીનાએ અન્ય એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે ઓટો ડ્રાઈવર સાથે વાત કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન ઓટો ડ્રાઈવર તેને કહે છે કે તે રવીનાનો ખૂબ જ મોટો ફેન છે તેણે રવીનાની ઘણી ફિલ્મો જોઈ છે.
આ વીડિયોને પોસ્ટ કરતા રવીનાએ લખ્યું, તેમના માટે જે મને પુછી રહ્યા હતા શું તેમણે મને ઓળખી, હા તેમણે મને ઓળખી હતી. અરશદ ચાચા મારા ફેન નિકળ્યા. જતા પહેલા અરશદ ચાચા સાથે થોડી વાતચીત કરી. રવીનાના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ કરતા વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.
વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો કેજીએફ ચેપ્ટર 2માં રવીના પોલીસ ઈન્સપેક્ટર રમિકા સેનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રવીના સાથે સાઉથના સુપરસ્ટાર યશને મુખ્ય ભૂમિકામાં જોઈ શકાય છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ કરી રહ્યા છે.આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિંદીમાં રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement