શોધખોળ કરો
Advertisement
જીમની બહાર અભિનેત્રી સારા અલી ખાનને બધાંની વચ્ચે એક ચાહકે કરી લીધી કિસ? જાણો વિગત
એક વ્યક્તિ તેની સાથે હાથ મળાવવા હાથ આગળ કરે છે. સારા પણ પોતાનો હાથ આપે છે અને તેજ ક્ષણે તે વ્યક્તિ સારાનો હાથ ચૂમી લે છે અને સારા દંગ રહી જાય છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન જીમથી પરત ફરે છે ત્યારે તે અનેકવાર ફોટોગ્રાફર્સને ફોટો ખેંચવાની તક આપે છે. આ સાથે જ તેના ચાહકોને પણ તેની સાથે ક્લિક કરવાનો અને મળવાનો મોકો પણ આપતી હોય છે. પરંતુ આમ કરવા જતાં તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતું તેવું આ વીડિયો જોતાં લાગે છે. સારા અલી કાન સહજતાથી ચાહકો સાથે તસવીર પડાવી રહી હતી અને એક વ્યક્તિએ અચાનક આવી તેની સાથે કંઈક એવું કર્યું કે, તમે પણ કહેશો કે આ શું છે?
વિરલ ભાયાણી અને વિરેન્દ્ર ચાવડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં સારા અલી ખાન જીમથી પરત પોતાની કારમાં બેસવા જઈ રહી હતી ત્યારે જ્યાં ફોટોગ્રાફર ક્લિક માટે કહે છે અને તે બે ત્રણ પોઝ પણ સારાએ આપ્યા હતાં. જોકે વીડિયોમાં સારા અલી ખાન તેના કેટલાંક ચાહકો સથે સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી જ્યારે અનેક ચાહકોની સાથે એક ફોટો પડાવવા આજીજી કરી રહ્યાં હતાં.
એક યુવતીની સાથે સારા સેલ્ફી પણ પડાવે છે તે દરમિયાન એક વ્યક્તિ તેની સાથે હાથ મળાવવા હાથ આગળ કરે છે. સારા પણ પોતાનો હાથ આપે છે અને તેજ ક્ષણે તે વ્યક્તિ સારાનો હાથ ચૂમી લે છે અને સારા દંગ રહી જાય છે. એટલામાં સિક્યોરીટી ગાર્ડ ત્યાં પહોંચી તે વ્યક્તિને દૂર લઈ જાય છે. જ્યારે બાજુમાં ઊભેલી યુલતી પણ આ મામલે સારાનો સાથ આપે છે.
આ વીડિયો બાદ સોશિયલ મીડિયામાં સારાના ચાહકો પણ અચંબિત થઈ જાય છે. એક ફેન લખ્યું પણ હતું કે, સારા ખૂબ જ સારી છે પરંતુ તેની સાથે લોકોએ આવું વર્તન ન કરવું જોઈએ. લોકોએ પોતાની સીમાઓ ન ભૂલવી જોઈએ. આ સાથે જ અન્ય ચાહકોએ પણ સારાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતું અને કહ્યું હતું કે, તે સામાન્ય માણસની જેમ રહે છે. ત્યારે બીજી તરફ લોકોએ પણ સમજવું જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement