તબિયત બગડતા આ બોલિવૂડ એક્ટ્રેસ ICUમાં દાખલ, આર્થિક તંગીને કારણે વૃદ્ધાશ્રમમાં પણ ન મળ્યું સ્થાન
એક્ટ્રેસ નૂપુર અલંકાર હાલમાં તેમની સારસંભાળ રાખી રહી છે.
નવી દિલ્હી: લોકડાઉનને કારણે બોલિવૂડના અનેક કલાકારોની આર્થિક સ્થિતિ બગડી છે. થોડા દિવસ પહેલા બોલીવુડ એક્ટ્રેસ શગુફ્તા અલી (Shagufta Ali)ની આર્થિક મુશ્કેલીના સમાચાર સામે આવ્યા હતા ત્યારે હવે એક્ટ્રેસ સવિતા બજાજ (Savita Bajaj)ની તકલીફ ભરી કહાની લોકોની સામે આવી છે.
બોલિવૂડની જાણીતી ફિલ્મ્સ જેવી કે 'નદિયા કે પાર', 'નિશાંત', 'નજરાના' સહિત 50 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા 79 વર્ષના એક્ટ્રેસ સવિતા બજાજની સ્થિતિ ખૂબ ખરાબ છે. સવિતાને શ્વાસ લેવાની બિમારી છે અને તેના ઇલાજ માટે રૂપિયા નથી. તેના કારણે તે પરેશાન છે. સપિતા પાસે હાલમાં કોઈ ઓપ્શન નથી તેણે કહ્યું કે, માહી હાલત બિલકુલ પણ ઠીક નથી. મારું અહિંયા કોઈ નથી.
એક્ટ્રેસ નૂપુર અલંકાર હાલમાં તેમની સારસંભાળ રાખી રહી છે. તેણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટર્સનું કહેવું છે કે તની સ્થિતિમાં સુધારો જોવા મળી ર્હયો છે. થોડા જ દિવસમાં તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.
નૂપુરે એ પણ કહ્યું કે, સવિતા હાલમાં મુંબઈમાં ચાલ જેવા એક રૂમમાં રહે છે જેમાં બારી પણ નથી. કારણ કે તેને શ્વાસ લેવામાં તકલીફ છે ત્યારે આવી જગ્યાએ રહેવું ઠીક નહીં હોય. માટે તેને ઓલ્ડ એજ હોમમાં પણ વાત કરી હતી પણ ત્યાં પણ જગ્યા ન મળી.
નુપૂર અલંકારે કહ્યું કે, તે અત્યાર સુધી 5 6 વૃદ્ધાશ્રમમાં વાત કરી ચૂકી છે પરંતુ ક્યાં વાત ન બની. તેમનું કહેવું છે કે જો ક્યાંય જગ્યા નહીં મળે તો તે એક એવું ઘર શોધશે જ્યાં તેને કમસેકમ સ્વચ્છ હવા મળી શકે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સવિતાએ નદિયા કે પાર, તર્પણ, બેટા હો તો એસા અને ચક્રમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. તે સિવાય તે ટીવી શો બેતાલમાં પણ જોવા મળી છે.