શશાંક ઘોષ નિર્દેષક ફિલ્મ ‘વીરે ધી વેડિંગ’ 4 મિત્રોની કહાની છે જે બહુ મોર્ડન અને એકદમ ઓપન જિંદગી જીવે છે.
2/7
એક અન્ય ટ્વિટમાં સ્વરાએ લખ્યું હતું કે, હું આશા કરું છું કે પેડ ટ્રોલ્સ ઓછામાં ઓછા પોતાના વાક્યોને તો બદલી નાખશે, આથવા ઓછામાં ઓછા શબ્દો ચેક કરીને ટ્વિટ કરે. સ્વરાને હેશ ટેગમાં લખ્યું હતું કે, પેડ ટ્રોલ્સની પોલ ખુલી ગઈ છે.
3/7
ત્યાર બાદ સ્વરાએ ટ્રોલિંગને જબાવ આપતા લખ્યું હતું કે, એવું લાગે છે કે IT સેલે ટિકીટ સ્પોન્સર કરી દીધી છે અથવા ટ્વીટ્સને તો પાક્કુ.
4/7
તમામ યૂઝર્સે એક જ વાત લખતા ટ્વિટ કર્યું હતું કે, તે દાદીની સાથે ફિલ્મ જોવા ગયો અને તેને શરમમાં મુકાવું પડ્યું. તેની દાદીએ કહ્યું હતું કે, હું ભારતીય છું અને ‘વીરે દી વેડિંગ’ ફિલ્મ પર શરમ આવે છે.
5/7
ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં એક સીન છે જેમાં સ્વરા ભાસ્કર માસ્ટરબેશન કરતી જોવા મળી રહી છે. આ સીનને લઈને હાલ સ્વરાને ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યૂઝરે સ્વરા ભાસ્કરને ટેગ કરીને લખ્યું હતું કે, તે પોતાની દાદીમાંની સાથે આ ફિલ્મ જોવા ગયો હતો જ્યાં તેને શરમ આવી ગઈ.
6/7
સોનમ કપૂરનું કહેવું છે કે, મને લાગે છે કે સ્વરા ભાસ્કરને લોકો ટ્રોલ કરવાનું એટલા માટે પંસદ કરે છે કારણ કે તેના પોતાના વિચારો હોય છે. આનાથી ખબર પડે છે કે ટ્રોલર્સ સ્વરાને કેટલી પસંદ કરે છે કારણ કે નફરતની બીજુ સાઈડ હંમેશા પ્રેમ હોય છે. આ માટે મારું માનવું છે કે સ્વરાને બહુ જ લોકો પ્રેમ કરવાના છે.
7/7
મુંબઈ: સ્વરા ભાસ્કર વારંવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. આ અંગે ‘વીરે દી વેડિંગ’ ફિલ્મની અભિનેત્રી સોનમ કપૂરનું નિવેદન સામે આવ્યું છે.