શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસને લાગી લોટરીઃ આમિર ખાનની હવે પછીની ફિલ્મમાં બનશે હીરોઈન, જાણો વિગત
1/5

મુંબઈઃ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની સાથે કામ કરવાનું દરેક એક્ટ્રેસનું સપનું હોય છે, એવામાં હવે આમિરના આગામી પ્રોજેક્ટને લઈને તેમનું લોકો સાથે મળવાનું શરૂ થઈ ગયું છે. મંગળવારે મોડી રાત્રે એક અભિનેત્રીએ આમિરના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી જેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે લગભગ તે આમિરની આગામી કો-એક્ટ્રેસ હશે.
2/5

મિસ્ટર પરફેકનિસ્ટની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ ફ્લોપ થઇ છે. પરંતુ આમિર પોતાની આગલી ફિલ્મમાં વ્યસ્ત થઇ રહેલો જણાય છે. તાજેતરમાં તેના ઘરે મોડી રાતના અદિતી રાવ હૈદરી બે-ત્રણ કલાક સુધી રહી હતી તેથી આગામી ફિલ્મની ચર્ચા કરવા ગઇ હશે તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.
Published at : 15 Nov 2018 10:39 AM (IST)
View More





















