શોધખોળ કરો
Advertisement
રાજનીતિમાં એન્ટ્રી કરશે આ હોટ એક્ટ્રેસ, કોંગ્રેસે મહારાષ્ટ્રમાં આપી મોટી જવાબદારી
નવી દિલ્હીઃ 2019 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ સેલેબ્સને રાજનીતિમાં ઉતારવાની લાઈન લાગી છે. બિગ બોસ 11ની વિનર શિલ્પા શિંદા બાદ હવે અર્શી ખાન પણ રાજનીતિમાં ઝંપલાવવા જઈ રહી છે. અર્શીએ ખુદ આ અહેવાલને કન્ફર્મ કર્યા છે. તે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ઉપાધ્યક્ષ તરીકે પોલિટકલ ઇનિંગની શરૂઆત કરશે.
અર્શીએ કહ્યું કે, “હાં, હું કૉંગ્રેસમાં સામેલ થઇ રહી છું. હું મહારાષ્ટ્ર કૉંગ્રેસની ઉપાધ્યક્ષ તરીકે પાર્ટી જોઇન કરીશ. તેમણે મને આ પદ આપ્યું તે માટે મે હા કરી. પાર્ટીને યુવા નેતાઓની જરૂર છે જે બિંદાસ્ત અને બેધડક બોલે.”
ઉલ્લેખનીય છે કે અર્શી ખાન ભોપાલની છે અને તેને વિવાદોનું બીજું નામ પણ કહેવામાં આવે છે. ‘બિગ બૉસ-11’માં તેણે ઘણો જ હંગામો મચાવ્યો હતો. શૉ દરમિયાન અર્શીએ ખુદ કબુલ્યુ હતુ કે તે વિવાદ પસંદ કરે છે. ‘બિગ બૉસ-11’માં આવ્યા પહેલા તેની ઇમેજ ઘણી બૉલ્ડ હતી. તે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બોલ્ડ તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. ‘બિગ બૉસ’માંથી બહાર આવ્યા બાદ અર્શીએ પોતાની ઇમેજ બદલી છે. હવે તે સભ્યતાથી સામે આવે છે.
અર્શી ખાનનું રાજનીતિમાં આવવું તેના ફેન્સને સરપ્રાઇઝ આપી શકે છે. રાજનીતિનાં મંચ પર લોકો અર્શીને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહેશે. અર્શીએ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે અફેર હોવાનો દાવો કર્યો હતો. સાથે તેણે એવું પણ કહ્યું હતુ કે તે શાહિદ આફ્રિદીનાં બાળકની મા બનવાની છે. તેના આ નિવેદનથી હંગામો મચ્યો હતો. જો કે અર્શીનાં આ નિવેદન ફક્ત પબ્લિસિટી માટે હતા. આ ઉપરાંત તેની સેક્સ રેકેટથી જોડાયેલા કેસમાં પુણેથી ધરપકડ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion