શોધખોળ કરો
‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ પર સેન્સર બૉર્ડે ફેરવી કાતર, કેટલાક સીન અને ડાયલૉગ થયા એડિટ
ઐતિહાસિક ફિલ્મોને લઈને હંમેશા વિવાદ થતો રહે છે. એવામાં સીબીએફસીએ ‘તાનાજી’ ફિલ્મના કેટલાક દ્રશ્યો અને ડાયલૉગ્સ પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને હટાવવા કહ્યું છે.

મુંબઈ: અજય દેવગનની બહુ ચર્ચિત ઐતિહાસિક ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ત્યારે સેન્સર બૉર્ડે આ ફિલ્મના કેટલાક સીન પર કાતર ફેરવી દીધી છે. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્ય અને મુગલો વચ્ચે વચ્ચે યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. જેમાં અજય દેવગન તાનાજી માલુસરેની ભૂમિકામાં નજર આવશે.
ઐતિહાસિક ફિલ્મોને લઈને હંમેશા વિવાદ થતો રહે છે. એવામાં સીબીએફસીએ ‘તાનાજી’ ફિલ્મના કેટલાક દ્રશ્યો અને ડાયલૉગ્સ પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને હટાવવા કહ્યું છે. બૉલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે, એક સીનમાં સૈફ અલી ખાનનું પાત્ર ઉદયભાન કહે છે કે, હું માત્ર રાજપૂત. તેમાંથી રાજપૂત શબ્દ હટાવી દેવાયો છે. ગોલી, નૌકરાની અને નીચા ખૂન જેવા શબ્દ અને લાઈન પણ હટાવી દીધી છે.
ફિલ્મમાં એક સીન એવું હતું કે જેમાં ઉદયભાન પોતાના માતાની હત્યા કરતો દેખાડવામાં આવ્યો હતો. તે સીન પણ એડિટ કરવામાં આવ્યું છે. એક ડાયલૉગની ડબિંગ પણ સૈફ પાસે ફરી કરાવવામાં આવી, જેથી અર્થનો અનર્થ ન થાય.
આ સિવાય બોર્ડે કેટલાક સીન પર ડિસ્ક્લેમર લગાવવાનના નિર્દેશ પણ આપ્યા છે. જેની શરૂઆત ફિલ્મની શરૂઆતથી જ થાય છે. એક ડિસ્ક્લેમરમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં મરાઠા શબ્દનો અર્થ મરાઠા સમુદાય નથી, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના સૈનિકોને મરાઠા કહીને સંબોધિત કર્યા છે. સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ‘તાનાજી ધ અનસંગ વૉરિયર’તાનાજી માલુસરેના જીવનથી પ્રેરિત કાલ્પનિક પ્રદર્શન છે.
તાનાજી ફિલ્મને ઓમ રાઉતે નિર્દેશિત કરી છે. અજય દેવગન સાથે કાજોલ પણ છે. જે સાવિત્રીભાઈની ભૂમિકા ભજવી રહી છે. શરદ કેલ્કર શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે. જ્યારે સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
