શોધખોળ કરો
અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘મૈદાન’નું પોસ્ટર રિલીઝ, કોચની ભૂમિકામાં આવશે નજર
ફિલ્મ ફૂટબોલ કૉચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. ફિલ્મમાં અજય દેવગન ભારતીય ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે.
![અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘મૈદાન’નું પોસ્ટર રિલીઝ, કોચની ભૂમિકામાં આવશે નજર ajay devgan upcoming film maidaan teaser poster release અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘મૈદાન’નું પોસ્ટર રિલીઝ, કોચની ભૂમિકામાં આવશે નજર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/29005951/ajay-devgan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: અજય દેવગનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર બોક્સ ઑફિસ પર હિટ સાબિત થઈ છે. ફિલ્મે 18 દિવસમાં 228 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની સફળતા બાદ અજય દેવગન અપકમિંગ ફિલ્મ ‘મૈદાન’માં આવશે. આ ફિલ્મનું પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે.
અજય દેવગને ‘મૈદાન’નું ટીઝર પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું. આ ફિલ્મ 27 નવેમ્બર 2020ના રોજ રિલીઝ થશે. પોસ્ટરમાં ભારતીય ટીમ વરસતા વરસાદમાં કીચડમાં ફૂટબોલ સાથે નજર આવી રહી છે.
ફિલ્મ ફૂટબોલ કૉચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. તેનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ કરી રહ્યાં છે અને બોની કપૂર તેને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મમાં અજય દેવગન ઈન્ડિયન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે. સૈયદ અબ્દુલ 1950થી 1963 સુધી ભારતીય ફૂટબોલ ટીમના કોચ તથા મેનેજર તરીકે રહ્યા હતાં. તેમના માર્ગદર્શન હેઠળ ફૂટબોલ ટીમ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી.#MaidaanTeaser - Get ready for Maidaan! 27th November 2020 ⚽@priyamani6 @BoneyKapoor @iAmitRSharma @freshlimefilms @SaiwynQ @writish @ZeeStudios_ @ZeeStudiosInt #bayviewprojects @MaidaanOfficial pic.twitter.com/VohB7iAaw0
— Ajay Devgn (@ajaydevgn) January 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)