શોધખોળ કરો
અક્ષય કુમાર એક ફિલ્મના લે છે 54 કરોડ રૂપિયા, જાણો આ આંકડો કેમ કર્યો પસંદ ?
બેક ટૂ બેક બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર અક્ષય કુમારે પોતાની ફિમાં તોતિંગ વધારો કરી દીધો છે. અને તે બોલિવૂડનો સૌથી મોંઘો એક્ટર્સ બની ગયો છે.

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં અક્ષય કુમાર સૌથી સફળ એક્ટર્સની લિસ્ટમાં ટૉપ પર છે. તેની વર્ષમાં એકથી વધુ ફિલ્મો રિલીઝ થાય છે. અને તે બૉક્સ ઓફિસ પર જબરજસ્ત સફળતા પણ મેળવે છે. બેક ટૂ બેક બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર અક્ષય કુમાર બોલિવૂડનો મોંઘો એક્ટર્સ પણ છે.
રિપોર્ટ પ્રમાણે પાછલી ફિલ્મોની સફળતાને જોતા અક્ષય કુમારે હવે પોતાની ફિમાં વધારો કરી દીધો છે. અક્ષય કુમારના નજીકના સૂત્રાના જણાવ્યા પ્રમાણે, અક્ષય કુમાર હવે એક ફિલ્મ માટે રૂપિયા 54 કરોડ ચાર્જ કરે છે. અક્ષય ‘રાઉડી રાઠોર’ કરતો હતો ત્યારે 2012નું વર્ષ હતું ને એ વખતે અક્ષયને એક ફિલ્મના 9 કરોડ મળ્યા હતા. આ ફિલ્મ સુપર હીટ થતાં અક્ષયના દિવસો બદલાયા તેથી તે 9 નંબરને લકી માને છે.
અક્ષય આ કારણે જ 9ના ગુણાંકમાં ફી લે છે. હાલમાં અક્ષય એક ફિલ્મ માટે રૂપિયા 54 કરોડ ફી માંગી રહ્યો છે. થોડા દિવસો પહેલાં ફોર્બ્સ મેગેઝિને અક્ષય કુમારને રૂપિયા 444 કરોડની કમાણી સાથે બોલીવૂડનો સૌથી વધુ કમાણી કરનારો અભિનેતા ગણાવ્યો હતો.View this post on Instagram
વધુ વાંચો





















