શોધખોળ કરો
Advertisement
કોરોનાની અસર: અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટ કરાઈ પોસ્ટપોન
કોરોના વાયરસના કારણે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ટેડ પોસ્ટપોન કરવામાં આવી છે.
મુંબઈ: કોરોના વાયરસના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. કોરોનાની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. હોલિવૂડ ફિલ્મોની રિલીઝ ડેટ કોરોનાના કારણે પાછળ ઠેલાઈ છે. એવામાં અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ટેડ પોસ્ટપોન કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતાઓએ નવી રિલીઝ ડેટ બાદમાં જાહેર કરવાની વાત કરી છે.
ફિલ્મમાં અક્ષય-કેટરીના ઉપરાંત ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિહારિકા રાયઝાદા, જેકી શ્રોફ, સિકંદર ખેર, નિકીતીન ધીર તથા વિવાન ભતેના છે. ફિલ્મમાં અજય દેવગન તથા રણવીર સિંહ સ્પેશિયલ રોલમાં જોવા મળશે.
ભારતમાં કોરોના વાયરસના કુલ 73 પોજિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 56 ભારતીય નાગરિકો સામેલ છે, જ્યારે અન્ય 17 વિદેશી નાગરિકો છે. દિલ્હી સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. આ સાથે જ દિલ્હીની તમામ થિયેટર 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, કે કોરોના વાયરસના ખતરાને જોતા થિયેટરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ જે સ્કૂલ અને કૉલેજની પરીક્ષા પૂર્ણ થઈ છે, તેમને પણ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion