શોધખોળ કરો
Advertisement
આલિયા ભટ્ટે કહ્યું, 'ઔરત કા અપમાન સેહત કે લિયે હાનિકારક હૈ’ જાણો શું છે મામલો
આલિયા ભટ્ટે આજે પ્રોડકશનની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. આલિયાએ પ્રોડકશનમાં પદાર્પણ કરવાની સાથે એક ટેગલાઇન આપી છે. કહ્યું કે, ‘ઔરત કા અપમાન સેહત કે લિયે હાનિકારક હૈ’ શું છે મામલો જાણીએ
બોલિવૂડ:આલિયા ભટ્ટે આજે પ્રોડકશનની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. તે શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ સાથે મળીને એક ફિલ્મ બનાવી રહી છે. જેની ટેગલાઇન છે. ‘ઔરત કા અપમાન સેહત કે લિયે હાનિકારક હૈ’. ફિલ્મનું નામ છે ડાર્લિગ.
ફિલ્મની ટેગલાઇનથી જાણી શકાય છે કે, તે વિમેન સેન્ટ્રિક ફિલ્મ હશે. આલિયા ભટ્ટની સાથે શેફાલી શાહ, રોશન મેથ્યુ અને વિજય વર્મા જોવા મળશે. સોશિયલ મીડિયા દ્વારા આજે આ ફિલ્મની જાહેરાત કરાઇ છે.. વાત પ્રોડ્યુસરની કરીએ તો ફિલ્મના પ્રોડ્યુસર આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, ગૌરવ વર્મા છે. તેમના પ્રોડકશન હાઉસનું નામ Eternal Sunshine Productions છે.
આલિયા ભટ્ટે આ જાહેરાત કરતા પહેલા જ સોશિયલ મીડિયા પર હિન્ટ આપી દીધી હતી કે, કંઇક નવું કરવા જઇ રહી છે.
આલિયા ભટ્ટ આ પહેલા ફિલ્મ ડિયર જિંદગીમાં શાહરૂખ સાથે સ્ક્રિન શેર કરી ચૂકી છે. હવે બંને એક જ પ્રોડકશન હાઉસમાં સાથે કામ કરશે. આ જાણીને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે. ફિલ્મ ક્યારે ફિલ્મ રીલિઝ થશે આ મુદ્દે હજું સુધી કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ છે. આ સિવાય આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. જેમાં આલિયાનો રોલ ખૂબ જ દમદાર છે. આ ફિલ્મ 30 જુલાઇએ થિયેટરમાં રિલીઝ થશે.Darling, come take a look???? pic.twitter.com/tzIKPzrMdJ
— Eternal Sunshine Productions (@EternalSunProd) March 1, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement