Allu Arjunની 6 વર્ષની દીકરી આરહા કરશે અભિનયની શરૂઆત, સામંથા પ્રભુની ફિલ્મ શકુંતલમમાં મળશે જોવા
Allu Arjun: ફિલ્મ પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનની પુત્રી અલ્લુ આરહા 6 વર્ષની ઉંમરે ફિલ્મોમાં તેના અભિનયની શરૂઆત કરવા માટે તૈયાર છે. અલ્લુ અર્જુનની પુત્રી ટૂંક સમયમાં જ એક્ટિંગમાં ડેબ્યૂ કરશે.
Allu Arjun's Daughter: ફિલ્મ પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનની પુત્રી અલ્લુ આરહા 6 વર્ષની ઉંમરે ફિલ્મોમાં તેના અભિનયની શરૂઆત કરવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુનની પુત્રી ટૂંક સમયમાં જ એક્ટિંગમાં ડેબ્યૂ કરશે. પિતાની જેમ આરહા પણ બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરહા સામંથા પ્રભુની ફિલ્મ શકુંતલમમાં કામ કરશે. સામંથા પ્રભુ અને આરહા સાથે સ્ક્રીન શેર કરશે. નોંધનીય છે કે અલ્લુ અર્જુને પણ તેની કારકિર્દીની શરૂઆત સાઉથ ઇન્ડસ્ટ્રીથી કરી હતી અને તેણે 3 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી.
અલ્લુ અર્જુનની પુત્રી અલ્લુ આરહા ફિલ્મ શકુંતલમમાં જોવા મળશે
સામંથા પ્રભુની ફિલ્મ શકુંતલમ ફેબ્રુઆરી 2023માં રિલીઝ થશે. આ ફિલ્મમાં આરહા બાળ કલાકાર હશે. જણાવી દઈએ કે અલ્લુ અર્જુને પહેલા જ ખુલાસો કર્યો છે કે તેની દીકરી મોટી થયા પછી ફિલ્મોમાં કામ કરશે. જો કે કોઈએ અનુમાન લગાવ્યું ન હતું કે તે ખૂબ જ નાની ઉંમરથી કામ કરવાનું શરૂ કરશે. 21 નવેમ્બર 2016ના રોજ જન્મેલી આરહાના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થયા છે. અલ્લુ અર્જુને તેના આખા પરિવાર સાથે ફોટોશૂટ પણ કરાવ્યું છે.
View this post on Instagram
શકુંતલમ 17 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે
લોકો પહેલાથી જ આરહાની ક્યુટનેસના ફેન છે. અલ્લુ અર્જુન દ્વારા સોશિયલ મીડિયા પર અરહાના ઘણા ફોટો-વીડિયો જોવા મળ્યા છે. આ ફોટો-વીડિયોમાં આરહાની સ્માઈલ અને ક્યૂટનેસ જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે. સામંથાની ફિલ્મ શકુંતલમની વાત કરીએ તો આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. સામંથા રૂથ પ્રભુની આગામી ફિલ્મ શકુંતલમ 17 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે દેવ મોહન જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ ભાષાની પૌરાણિક ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન ગુણશેખર દ્વારા કરવામાં આવ્યું છે.