શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસ પર ફરી લાગ્યો છેતરપિંડીનો આરોપ, રૂપિયા માગવા પર.....
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી મનીષા પટેલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે. ફરી એક વખત તેના પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. રાંચીના ફિલ્મમેકર અજયે મનીષા પર 2.5 કરોડ રૂપિયા પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ અજયે અમીષાના બિઝનેસ પાર્ટનર કૃણાલ પર પણ આરોપ લગાવ્યો છે.
અહેવાલ મુજબ, અમીષા અને કૃણાલને તેમની ફિલ્મ દેશી મેજિક માટે ફિલ્મ મેકર અજય પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. ફિલ્મનું નિર્માણ વર્ષ 2013માં શરૂ થયો. ફિલ્મમેકરે જણાવ્યું, અમીષાએ તેમને કહ્યું હતું કે ફિલ્મ 2018 સુધી પૂરી થઇ જશે અને એક ફાયદાનો સોદો છે. અમીષાએ કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ થતા જ તે વ્યાજ સાથે પૈસા પરત આપી દેશે.
લાંબા સમય બાદ પણ ફિલ્મ રિલીઝ ન થઇ. મેં અમીષાને પૈસા અંગે પુછ્યુ તો તેણે 3 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. જોકે ચેક બેંકમાં ભરવા પર તે બાઉન્સ થયો. બાદમાં ફરી મેં અમીષા સાથે વાત કરી તો તેણે કહ્યું કે તેનો રૂપિયા આપવાનો કોઇ ઇરાદો નથી. તે સિવાય તેમને જાણીતા લોકોની સાથે તેની તસવીરો બતાવીને ધમકી પણ આપી છે. મને કહ્યું કે ફિલ્મ આ વર્ષે રિલીઝ થઇ રહી છે પરંતુ મને અત્યાર સુધી કોઇ અપડેટ મળી નથી.
આ આરોપો પર હાલ અમીષા તરફથી કોઇ જવાબ આવ્યો નથી. આ પહેલા એક ઇવેન્ટ કંપનીએ પણ અમીષા પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. અમીષા પટેલ પર પૈસા લઇને કાર્યક્રમમાં સામેલ ન થવાનો આરોપ હતો. તેની સાથે ચાર અન્ય લોકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement