આમિર ખાને સોશિયલ મીડિયાને કહ્યું અલવિદા? આ મુદ્દે શું કરી અભિનેતાએ સ્પષ્ટતા જુઓ વીડિયો
બોલિવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાન હાલ તેમના મિત્રે બનાવેલી ફિલ્મ જોવા પહોંચ્યા હતા. પપારાજીએ સ્ક્રિનિંગ પર પહોંચેલા આમિર ખાનને સવાલ કર્યો કે, આખરે કેમ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું?આમિરખાને કહ્યું હું સોશિયલ મીડિયા નહીં મીડિયા પર વિશ્વાસ રાખું છું
બોલિવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાન હાલ તેમના મિત્રે બનાવેલી ફિલ્મ જોવા પહોંચ્યા હતા. પપારાજીએ સ્ક્રિનિંગ પર પહોંચેલા આમિર ખાનને સવાલ કર્યો કે, આખરે કેમ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું?આ સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે, તે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન હતા કરી શકતા તેથી તેમને થયું કે,મીડિયા દ્વારા જ વાત કરવી વધુ સારૂ રહેશે.
એક વીડિયોમાં આમિરે ફોટો ગ્રાફર સાથે વાતચીન દરમિયાન કહ્યું કે, ‘એવું કંઇ જ નથી, આપ આપની થ્યોરીજ ન લગાવો. હું મારી ધૂનમાં રહું છું. મને થયું કે, હું કંઇ સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરતું તો અલવિદા જેવું જ છે. હું અહીં જ છું ક્યાંય ગયો નથી.
આમિર ખાને કહ્યું કે, ‘હું પહેલા પણ સોશિયલ મીડિયા દ્વારા જ વાતચીત કરતો હતો અને કરતો રહીશ, આપને તો ખુશ થવું જોઇએ કે હું સોશિયલ મીડિયા કરતા મીડિયા દ્રારા સંવાદ કરૂ છું” આમિર ખાને સોશિયલ મીડિયા પર ખૂબ ઓછા એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ ન રહી શકવાનું તેમણે કોઇ ખાસ કારણ ન હતું જણાવ્યું.
View this post on Instagram
આમિર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે કરીના કપૂર સાથે લાલ ચઠ્ઠા ફિલ્મમાં જોવા મળશે. હોલિવૂડ બ્લોકબસ્ટર ફિલ્મ ફોરેસ્ટ ગમ્પને લઇને પણ ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં આમિર સરદારનો કિરદાર નિભાવી રહ્યાં છે. ફિલ્મનું પોસ્ટર પહેલાથી રિલીઝ થઇ ગયુ છે પરંતુ ટ્રલર હજુ સુધી નથી આવ્યું.