વડોદરા: ફિલ્મસ્ટાર અને મહાનાયક અમિતાભ બચ્ચન ને આજે વડોદરા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા સયાજી રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ખેલ જગત ઉદ્યોગ જગત તેમજ વિવિધ ક્ષેત્રમાંથી પસંદ કરી ને અપાતા આ એવોર્ડ માટે અભિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવી અને આજે વડોદરામાં જાજરમાન કાર્યક્રમ યોજીને અમિતાભ બચ્ચન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
2/5
કલાક્ષેત્રે મોટું યોગદાન આપનાર સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને મંગળવારે નવલખી મેદાન ખાતે એક વિશાળ કાર્યક્રમ યોજીને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સયાજી રત્ન એવોર્ડ અત્યાર સુધીમાં રતન ટાટા જેવા મહાનુભાવોની પસંદગી થઇ ચૂકી છે ત્યારે .
3/5
અમિતાભે કહ્યું કે મહારાજા સયાજીરાવ ના વિચારો અને એમની કલા પારખુ અનીતિથી ભરેલા લોકોએ મારી આ પસંદગી કરી છે એના માટે ખુબ ખુબ મારી જાતને ધન્ય માનું છું. મહાનાયક અમિતાભ બચ્ચને આ એવોર્ડ ફંક્શનમાં ઉપસ્થિત રહીને વડોદરાવાસીઓ નો આભાર માન્યો હતો તદુપરાંત તેમના જીવનના પ્રસંગોને વર્ણવ્યા હતા.
4/5
મહાનાયક અમિતાભ બચ્ચનના આપવામાં આવેલા રત્ન એવોર્ડ ફંકશનમાં વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ રાજમાતા શુભાંગિનીદેવી આ ઉપરાંત શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાનાયકની એક ઝલક મેળવવા માટે કાર્યક્રમ સ્થળે તેમના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઓટોગ્રાફ લેવા તેમજ એક સેલ્ફી પડાવવા માટે લોકોએ પડાપડી કરી હતી.
5/5
બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા દર વર્ષે દેશના એક એવા મહાનુભાવ કે જેમણે દેશ માટે યોગદાન આપ્યું હોય અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા મહાનુભાવને સયાજી રત્ન એવોર્ડ થી સન્માનવામાં આવે છે આ વખતે બરોડા મેનેજમેન્ટ એસોસિયેશનના જ્યુરી દ્વારા મહાનાયક અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવી હતી.