શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 1 લાખ શ્રમિકોને એક મહિના માટે ફ્રીમાં આપશે રાશન
કોરોના વાઇરસ મહામારીને કારણે તમામ શૂટિંગ અને પ્રોડક્શનના કામ બંધ થઇ ગયા છે જેને કારણે આ ઇન્ડસ્ટ્રી પર રોજગારી માટે નભતા ઘણા બધા શ્રમિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઇઃ સમગ્ર વિશ્વ સામે હાલ કોરોનાનું સંકટ છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતની સંખ્યા 144 પર પહોંચી છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ, સ્પોર્ટસ પર્સન, બોલીવૂડ સેલેબ્સ મદદ માટે આગળ આવી રહ્યા છે. જેમાં મહાનાયક અમિતાભ બચ્ચને પણ મદદ માટે જાહેરાત કરી છે.
અમિતાભ બચ્ચન 1 લાખ જેટલા શ્રમિકોને મહિનાનું રાશન મફતમાં આપશે. જે લોકો દરરોજ કામ કરીને પોતાનું ઘર ચલાવતા હતા તેવા લોકોને આ લાભ મળશે. દુકાનો અને સુપર માર્કેટ્સ દ્વારા ગરીબો સુધી રાશન પહોંચાડવામાં આવશે.
કોરોના વાઇરસ મહામારીને કારણે તમામ શૂટિંગ અને પ્રોડક્શનના કામ બંધ થઇ ગયા છે જેને કારણે આ ઇન્ડસ્ટ્રી પર રોજગારી માટે નભતા ઘણા બધા શ્રમિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા 1 લાખ રોજમદાર શ્રમિકોની મદદ માટે અમિતાભ બચ્ચન આગળ આવ્યા છે. ઓલ ઇન્ડિયા ફિલ્મ એમ્પ્લોય્સ કન્ફેડરેશન સાથે જોડાયેલ વર્કર્સને સહાયની અમિતાભની આ પહેલને સોની પિક્ચર્સ અને કલ્યાણ જ્વેલર્સનો પણ સપોર્ટ મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion