મુંબઇઃ સાઉથના સુપરસ્ટાર અંબરીશનું ગઇકાલે હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઇ ચૂક્યુ છે. અંબરીશ પોતાની ફિલ્મી કેરિયરમાં 200થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. અંબરીશ એક્ટર અને પૂર્વ મંત્રી પણ રહ્યો છે, તેની ઉંમર 66 વર્ષની હતી.
2/5
પીએમઓએ પણ ટ્વિટ કરતા લખ્યું છે કે, ‘અંબરીશ સિનેમાજગત અને રાજનીતિમાં યોગદાન માટે હંમેશા યાદ રહેશે. તેઓ કર્ણાટક વેલફેરની મજબૂત અવાજ હતા. આ સમાચારથી ઘણી જ તકલીફ થઈ. ભગવાન તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની તાકાત આપે.’
3/5
સુપરસ્ટાર અંબરીશનાં નિધન બાદ માત્ર સિનેમાજગત જ નહીં પરંતુ રાજકીય દુનિયામાં પણ શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. અંબરીશને હ્રદયરોગનો હુમલો થતા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં મોડીરાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. અંબરીશનાં નિધન બાદ સિનેમાજગતની દિગ્ગજ હસ્તીઓએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.
4/5
આ દુઃખદ પ્રસંગે બૉલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, બીગ બીએ એક તસવીર રીટ્વિટ કરતા લખ્યું, ‘સહ-કલાકાર અંબરીશનાં નિધનથી ઘણું જ દુ:ખ થયું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’
5/5
સાઉથના સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંતે પણ અંબરીશને શ્રદ્ધાંજલિ આપી હતી, રજનીકાંતે ટ્વિટર પર લખ્યું, ‘મારા પ્રિય દોસ્ત અને ઘણાં જ સારા વ્યક્તિને મે ગુમાવી દીધા છે. હું તમને ઘણો જ યાદ કરીશ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.”