શોધખોળ કરો

હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ

Amrish Puri: બોલીવુડના શ્રેષ્ઠ ખલનાયક રહેલા અમરીશ પુરી છેલ્લા દિવસોમાં ઘણી પીડામાં હતા. તેમના પુત્ર રાજીવ પુરીએ પિતા અમરીશ પુરીની બીમારી અને છેલ્લા દિવસો વિશે એક ઇન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ વાત કરી હતી.

Amrish Puri: જ્યારે પણ હિન્દી સિનેમાના સૌથી શ્રેષ્ઠ અને ખૂંખાર ખલનાયકની વાત થાય છે ત્યારે સૌ પ્રથમ મનમાં નામ આવે છે દિગ્ગજ અને દિવંગત અભિનેતા અમરીશ પુરીનું. અમરીશ પુરી સાહેબ જેવો બીજો ખલનાયક બોલીવુડના ઇતિહાસમાં બીજો કોઈ નથી થયો.

અમરીશ પુરી પોતાની હાજરીથી નાયકના પણ હોશ ઉડાવી દેતા હતા. અમરીશ પુરી સાહેબ પોતાના લાંબા પહોળા કદકાઠી, રોબદાર અવાજ અને અદ્ભુત અભિનયથી દરેકનું દિલ જીતી લેતા હતા. જોકે અમરીશ પુરીને પોતાના મૃત્યુનો અહેસાસ પહેલેથી જ થઈ ગયો હતો. તેમના પુત્ર રાજીવ પુરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પિતાના છેલ્લા દિવસોની કહાની સંભળાવી હતી.

અમરીશ પુરીને થઈ ગઈ હતી લોહીની બીમારી

રાજીવ પુરીએ ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં પિતા અમરીશ પુરી વિશે કહ્યું હતું કે, '2003માં ગુડ્ડુ ધનોઆની ફિલ્મ 'જાલ: ધ ટ્રેપ'નું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યું હતું. ત્યાં જ પાપા અમરીશ પુરીનો અકસ્માત થયો હતો. તેમને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. ચહેરા અને આંખ પર ઘણી ઈજા હતી અને ઘણું લોહી પણ વહી ગયું હતું. તરત જ પાપાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે તેમને લોહીની જરૂર છે. લોહી ચઢાવવામાં આવ્યું, પરંતુ તે દરમિયાન કંઈક ગરબડ થઈ ગઈ કારણ કે તે પછી પાપાને લોહી સંબંધિત બીમારી માયલોઇડ્સપ્લાસ્ટિક સિન્ડ્રોમ થઈ ગયો.'

અમરીશ પુરીને થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ

અમરીશ પુરીને આ ઘટના પછી પોતાના મૃત્યુનો અહેસાસ થઈ ગયો હતો. રાજીવના મતે ધીરે ધીરે પિતાને લોહીની કમી થવા લાગી હતી. રાજીવે કહ્યું કે, 'પાપા ખૂબ ગભરાઈ ગયા હતા. પરંતુ તે દૃઢ ઇચ્છાશક્તિ ધરાવતા હતા. તે દુનિયાને બતાવવા માંગતા હતા કે કેટલા મજબૂત છે. પાપા સારી રીતે જાણતા હતા કે 72 વર્ષની ઉંમરે હવે તેમના શરીરમાં બધું ઠીક નથી થઈ શકતું. પાપાનું કહેવું હતું કે જે થવાનું હશે, તે થશે.'

અમરીશ પુરીએ બીમારીમાં પણ કરી લીધી હતી ઘણી ફિલ્મોની શૂટિંગ

અમરીશ પાસે છેલ્લા દિવસો સુધી 'કચ્ચી સડક', 'મુઝસે શાદી કરોગે', 'હલચલ' અને 'એતરાજ' જેવી ફિલ્મો હતી. રાજીવના મતે બીમારીમાં પણ તેમના પિતાએ વર્ષ 2004 સુધી પોતાની આ ફિલ્મોની શૂટિંગ પૂરી કરી લીધી હતી. પછીથી અમરીશ પુરી સાહેબને બ્રેન હેમરેજ થઈ ગયું હતું. ત્યારબાદ તેમનું વર્ષ 2005માં નિધન થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ

પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Embed widget