આ ફિલ્મમાં અનિલ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવ લિડ રોલમાં છે દિવ્યા દત્તા અને પીહૂ પણ ફિલ્મમાં અગત્યનો રોલ અદા કરી રહ્યાં છે. આ ફિલ્મ 3 ઓગષ્ટનાં રોજ રિલીઝ થશે. લાંબા સમય બાદ ઐશ્વર્યા અને અનિલ કપૂર એક ફિલ્મમાં સાથે નજર આવશે.
2/4
શોમાં અનિલ કપૂરની સાથે પીહૂ સંદ હતી. જે ફિલ્મમાં અનિલ કપૂરની દીકરી લતાનો રોલ અદા કરી રહી છે. વીડિયોમાં અનિલ કપૂર કહે છે કે, 'અમારી લતા જે બેબી સિંઘની ખુબજ મોટી ફેન છે.' ત્યારે સલમાન પુછે છે 'બેબી સિંઘ કોણ?' જેનાં જવાબમાં અનિલ કપૂર કહે છે કે 'બેબી સિંઘનો રોલ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અદા કરી રહી છે.' આટલું સાંભળતા જ ત્યાં હાજર ઓડિયન્સ બુમો પાડવા લાગે છે. જે ક્ષણે સલમાનનો ચહેરો શરમથી લાલ થઇ જાય છે.
3/4
શોમાં એક એવી ક્ષણ આવે છે જ્યાં અનિલ કપૂર ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ લે છે. અને ત્યાં હાજર તમામ ઓડિયન્સ ચીઅર કરવા લાગે છે ત્યારે સલમાન ખાનનું રિએક્શન જોવા લાયક છે. તે શરમથી નજર ઝુકાવી દે છે.
4/4
મુંબઈઃ સલમાન ખાનના શો દસ કા દમમાં આ વખતે અનિલ કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ફન્ને ખાંનું પ્રમોશન કરવા પહોંચ્યા હતા. આ ફિલ્મમાં અનિલ કપૂર ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન પણ લીડ રોલમાં છે. એવામાં અનિલ કપૂરે સલમાન ખાનની સામે વારંવાર ેતની એક્સ ગર્લફ્રેન્ડનું નામ લઈને તેની મજાક કરી હતી. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો સામે આવ્યો છે.