શોધખોળ કરો
Advertisement

ડિપ્રેશનમાં હતી આ બોલીવૂડ એક્ટ્રેસ, ફેન્સને જલ્દી આપશે 'ગુડ ન્યૂઝ'
અભિનેત્રી છેલ્લે 2017માં આવેલ સુનીલ ગ્રોવરની ફિલ્મ 'કોફી વિદ ડી'માં જોવા મળી હતી.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી અંજના સુખાની છેલ્લા ઘણા સમયથી બોલીવૂડથી દૂર છે. અભિનેત્રી ફિલ્મી પડદા પર વાપસી કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અંજના છેલ્લા બે વર્ષથી ડિપ્રેશનમાં હતી. અભિનેત્રી અંજના સુખાનીએ સલમાન ખાનની મલ્ટીસ્ટારર ફિલ્મ 'સમાલ-એ-ઇશ્ક' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
અંજના અક્ષય કુમાર સાથે ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષયની બહેનની ભૂમિકામાં અભિનેત્રી જોવા મળશે. ગુડ ન્યૂઝમાં કરિના કપૂર અને કિઆરા અડવાણી પણ જોવા મળશે. 2008માં રિલીઝ થયેલ ફિલ્મ 'ગોલમાલ રિટર્ન્સ' થી અંજનાને લોકપ્રિયતા મળી હતી.View this post on Instagram
View this post on InstagramShe’s both hellfire and holy water . And the flavour u taste depends on how you treat her ....
અંજના છેલ્લે 2017માં આવેલ સુનીલ ગ્રોવરની ફિલ્મ 'કોફી વિદ ડી'માં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તે અચાનક બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ હતી. ત્યારે હવે સૂત્રો મુજબ અંજનાએ સ્વીકાર કર્યું કે તે ડિપ્રેશનના કારણે બોલિવૂડથી દૂર થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
