સૂત્રોએ એ પણ કહ્યું કે, તેમની વચ્ચે કશું જ નથી. તે બન્ને સ્ક્રિપ્ટની માગને કારણે સાથે છે. તેણે એ પણ ઉમેર્યું કે તે કઈ રીતે બન્ને શોમાં પોતાનો પ્રેમ બતાવશે જેથી શો વધુ રસપ્રદ બને અને એવું પણ બની શકે કે જસલીન હાઉસના જ કોઈ અન્ય મેમ્બર પ્રત્યે આકર્ષાય અને ઘરની અંદર ઘમાસાણ મચે.
2/4
Mensxp વેબસાઈટે અનુપ જલોટાના નજીકના સૂત્રો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, તેણે અનુપ જલોટા સાથે એક અઠવાડિયા પહેલા વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે હું જસલીન સાથે બિગ બોસ હાઉસમાં જવાનો છું અને આ આખું કાસ્ટિંગ બિગ બોસે જ કર્યું છે.
3/4
જોકે તેમના સંબંધને લઈને અનેક અહેવાલો સામે આવ્યા છે જે જાણીને તમને આઘાત લાગશે. કહેવાય છે કે, આ બન્ને વચ્ચેના સંબંધો સ્ક્રિપ્ટેડ છે. બિગ બોસ મેકર્સ સ્ક્રિપ્ટેડ રિયાલિટી શો માટે ફેમસ છે.
4/4
નવી દિલ્હીઃ બિગ બોસ 12 રિયાલિટી શો શરૂ થયો ત્યારથી એક જ વાતને લઈને સૌથી વધારે ચર્ચામાં છે અને તે છે અનુપ જલોટા અને તેનાથી 37 વર્ષ નાની તેની ગર્લફ્રેન્ડ જસલીન. બન્નેની લવસ્ટોરી ચર્ચાનું કેન્દ્ર બની છે. નોંધનીય છે કે, આ બન્નેએ બિગ બોસના માધ્યમથી જ પોતાના સંબંધનો ખુલાસો કર્યો હતો.