શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘વિરાટ સાથે વહેલા લગ્ન કર્યા કારણ કે મને.....’ અનુષ્કા શર્માએ પહેલી વખત કર્યો ખુલાસો
અનુષ્કાએ લગ્ન વિશે વાત કરતાં કહ્યું કે, મે 29 વર્ષની ઉમરે લગ્ન કર્યા કે જે એક હિરોઈન તરીકે થોડા વહેલા કહેવાય.
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની લવ લાઈફ જેટલી ચર્ચામાં રહી હતી તેટલી જ ચર્ચા તેના લગ્ન સમયે પણ થઈ હતી. સ્થિતિ એ છે કે, લગ્નના દોઢ વર્ષ બાદ પણ આ બન્ને ચર્ચામાં રહે છે. હાલમાં જ અનુષ્કાએ એક ઇન્ટરવ્યૂમાં વિરાટ સાથે લગ્નને લઈને ખુલીને વાત કરી છે.
અનુષ્કાએ લગ્ન વિશે વાત કરતાં કહ્યું કે, મે 29 વર્ષની ઉમરે લગ્ન કર્યા કે જે એક હિરોઈન તરીકે થોડા વહેલા કહેવાય. મે એટલા માટે વહેલા લગ્ન કર્યા કે મને પ્રેમ થઈ ગયો હતો અને હું એને પ્રેમ કરૂ છું. લગ્ન એક એવી વસ્તુ છે કે જે સંબંધને આગળ લઈ જાય છે. હું હંમેશા એ વાત સાથે સહેમત છું કે મહિલાઓ સાથે સન્માન પુર્વકનો વ્યવહાર કરવામાં આવે.
આગળ અભિનેત્રી કહે છે કે, હું એવું નથી ઈચ્છતી કે જીવનની સૌથી સુવર્ણ તક જીવતી વખતે મારા દિલમાં કોઈ પણ પ્રકારની બીક હોય. જો કોઈ પુરૂષને લગ્ન કર્યા પછી કામ કરતા રહેવાથી ડર ન લાગે તો મહિલાઓની બાબતમાં આવું કેમ થઈ શકે? અનુષ્કાએ કહ્યું કે મને ખુશી છે કે બીજી અભિનેત્રી પણ આ રસ્તે ચાલી રહી છે અને જેને જેને પ્રેમ છે એ લોકો વ્યક્ત કરે છે અને લગ્ન કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion