શોધખોળ કરો
Advertisement
ભૂમિ પેડનેકરની ફિલ્મ 'દુર્ગાવતી'માં અરશદ વારસીની એન્ટ્રી
બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની ફિલ્મ દુર્ગાવતીમાં બે મુખ્ય કલાકારોની એન્ટ્રી થઈ ગઈ છે. ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા નિભાવવા માટે અરશદ વારસીને કાસ્ટ કરવામાં આવ્યો છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની ફિલ્મ દુર્ગાવતીમાં બે મુખ્ય કલાકારોની એન્ટ્રી થઈ ગઈ છે. ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા નિભાવવા માટે અરશદ વારસીને કાસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ફિલ્મમાં એક મુખ્ય ભૂમિકા માટે કરણ કપાણિયાને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ અનુષ્કા શેટ્ટી સ્ટારર હૉરર સસ્પેન્સ તેલુગૂ 'ભાગમતી'ની રીમેક છે.
આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે. ગયા મહિને ભોપાલમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માહી ગીલ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. મેકર્સે ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટના નામ જાહેર કર્યાં છે. ફિલ્મમાં અરશદ વારસી તથા કરણ કાપડિયા જોવા મળશે.
અરશદ વારસી ફિલ્મમાં નેગેટિવ રોલ પ્લે કરશે જ્યારે કરણ પોઝિટિવ રોલમાં જોવા મળશે. જો આ ફિલ્મની સ્ટોરી ઓરિજિનલ ફિલ્મ પ્રમાણે જ હશે તો અરશદ વારસી એક્ટર જયરામનો રોલ પ્લે કરશે. 'ભાગમતી' માં જયરામ એક ચાલાક રાજકારણી હોય છે. કરન કાપડિયા એક્ટર ઉન્ની મુકુંદનનો રોલ પ્લે કરતો જોવા મળશે.EXCITED to announce @bhumipednekar in & as #DURGAVATI. A scary-thriller, going on floor mid-January. Presented by #CapeOfGoodFilms and @itsBhushanKumar, produced by @vikramix and directed by Ashok. Need your love and luck 🙏 @TSeries @Abundantia_Ent pic.twitter.com/VsOpXFN6YG
— Akshay Kumar (@akshaykumar) November 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement