Aryan Khan Bail : આર્યન, અરબાઝ અને મુનમુનને ડ્રગ્સ કેસમાં બૉમ્બે હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, જાણો વિગતે
ડ્રગ્સ કેસમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં આખરે બૉમ્બે હાઇકોર્ટમાંથી આરોપીઓને જામીન મળી ગયા છે.
LIVE
Background
ડ્રગ્સ કેસમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં આખરે બૉમ્બે હાઇકોર્ટમાંથી આરોપીઓને જામીન મળી ગયા છે.
આર્યન-અરબાઝ પર દલીલો
અનિલ સિંહે સુનાવણી દરમિયાન બૉમ્બે હાઇકોર્ટમાં કહ્યું કે, અરબાઝ આર્યનનો બાળપણનો મિત્ર છે, ભલે તમે ડ્રગ્સ ના મળ્યુ, પરંતુ તમે કાવતરાનો ભાગ છો, તો તમે કાયદાની એક જ કલમ અંતર્ગત દંડનીય થશો.

કોર્ટે અગાઉ ફગાવી દીધી હતી જામીન અરજી
ખાસ વાત છે કે, એનડીપીએસ કેસોની સ્પેશ્યલ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ગયા અઠવાડિયે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાએ બૉમ્બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હવે આરોપીઓના પરિવારને આશા છે કે બૉમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળી જશે.
આર્યન ડ્રગ્સ નથી લેતો- મુકુલ રોહતગી
ડ્રગ્સ કેસમાં આર્યનને જામીન અપાવવા માટે વકીલો મથામણ કરી રહ્યાં છે, આર્યન અંગે મંગળવારે તેમના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતુ કે આર્યનની પાસેથી ડ્રગ્સ નથી મળ્યો, તે કોઇ અન્યના બોલાવવાથી ક્રૂઝ પર ગયો હતો.
આર્યનના વકીલોની દલીલો શરૂ
કોર્ટમાં આર્યનના વકીલ મુકુલ રોહતગી પણ હાજર છે, આ પહેલા મંગળવાર અને બુધવારે જસ્ટિસ એન ડબલ્યૂ સામ્બરેની કોર્ટમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાના વકીલોએ પક્ષ રાખ્યો છે, અને ડ્રગ્સ લેવાના આરોપોને ફગાવી દીધા છે.