શિક્ષકો માટે મોટા સમાચાર, HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર
રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને લઈ મોટા સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે.
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને લઈ મોટા સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે. તારીખ 01-01-2025થી તારીખ 07-01-2025 સુધી ઓફલાઈન કેમ્પનું આયોજન કરાશે.
HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી અરજીઓની ચકાસણી કરી માન્ય-અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ 10-01-2025 સુધીમાં રજૂ કરવાની રહેશે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના એક્સ પર આ અંગે પોસ્ટ કરી જાણકારી આપી છે. નવુ વર્ષ શરુ થાય તે પહેલા જ શિક્ષકો માટે આ સારા સમાચાર છે.
માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઇન કેમ્પનું આયોજન.. pic.twitter.com/WtP290SWrs
— Dr. Kuber Dindor (@kuberdindor) December 31, 2024
જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી માન્ય-અમાન્ય અરજીઓની ચકાસણી કરી લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવા માટેનો સમય 16-01-2025 રાખવામાં આવ્યો છે.
HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી તમામ અરજી તમામ આધાર પુરાવા સહિત મંજૂર કરવાપાત્ર અરજીઓની જિલ્લાવાર તૈયારી કરી અસલ અરજી સંબંધિત જિલ્લાઓને રૂબરૂ આપવા માટે 17-01-2025 તારીખ રાખવામાં આવી છે.
સંબંધિત જિલ્લાને મળેલ અરજીઓની અગ્રતા/શ્રેયાનતા મુજબની યાદી જાહેર કરવા માટે 19-01-2025 તારીખ છે.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ બદલી નિયમો પ્રસિધ્ધ થયા બાદ રાજયમાં પ્રથમ વાર #HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઇન કેમ્પનું આયોજન...#EducationDecision #Govt #EducationNews pic.twitter.com/jEXoiSxwFw
— Praful Pansheriya (@prafulpbjp) December 31, 2024
જ્યારે જિલ્લા ફેર બદલી કેમ્પ દ્વારા શાળા પસંદગી કરાવી હુકમ ઈશ્યુ કરવા માટે 27-01-2025 તારીખ રાખવામાં આવી છે.