શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શાહરૂખ ખાનના સિગ્નેચર પોઝથી આસામ પોલીસ આપી રહી છે સોશિયલ ડિસ્ટન્સિંગનો સંદેશ
બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનનું એક મીમ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે આ મીમને હવે આસામ પોલીસે ટ્વિટ કર્યું છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનનું એક મીમ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે આ મીમને હવે આસામ પોલીસે ટ્વિટ કર્યું છે સાથે જ એક ખાસ સંદેશ પણ આપ્યો છે. આ મીમના માધ્યમથી પોલીસ સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે. આ મીમના થીમમાં ફિટ કરવા પોલીસે બાજીગરનો એક ડાયલોગ પણ શેર કર્યો છે, જેને પોલીસે થોડો ટ્વિસ્ટ કર્યો છે.
વાયરલ થઈ રહેલા આ મીમમાં તમે જોઈ શકો છો કે શાહરૂખના ચહેરા પર એક માસ્ક ફોટોશોપ કરવામાં આવ્યું છે, જેમાં તેમના હાથ કોરોના મહામારી દરમિયાન એકબીજાથી અંતર બનાવવાનો સંકેત આપી રહ્યા છે અને તેમને માસ્ક પહેર્યું છે. આ મીમની પંચલાઈન છે- 'બસ આટલું જ ડિસ્ટન્સ રાખવાનું છે.' તમને જણાવી દઈએ કે કોરોના વાયરસથી બચવા માટે બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું જરૂરી છે.
આસામ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં લખ્યું છે કે, 'સોશિયલ ડિસ્ટન્સિંગથી જીવ બચી શકે છે. જેમ કે શાહરૂખ ખાન કહેશે, કભી-કભી પાસ આને કે લીએ કુછ દૂર જાના પડતા હે ઔર દૂર જાકર પાસ આને વાલે કો બાજીગર કહેતે હૈછ ફૂટ દૂર રહો અને બાજીગર બનો.'
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો શાહરૂખ ખાનના ફેન્સ હાલના દિવસોમાં તેમના આગામી પ્રોજેક્ટની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાને આ વખતે ખૂબ જ લાંબો બ્રેક લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion