હિન્દી ફિલ્મોમાં સફળ થતાં જ આ પંજાબી ભાઈઓએ ખરીદ્યા 28 કરોડના ફ્લેટ, જાણો વિગત
ફિલ્મોમાં સફળતા મળતાં જ ખુરાના બંધુઓએ મુંબઈમાં બે મોંઘાદાટ ફ્લેટ ખરીદ્યા છે.મીડિયા રિપોર્ટસના અનુસાર, બંને ભાઇના ફ્લેટ એક જ કોમ્પલેક્સમાં આવેલા છે. બંને ભાઈએ 28 કરોડની આસપાસ છે.
મુંબઇ : ફિલ્મોમાં સફળતા મળતાં જ ખુરાના બંધુઓએ મુંબઈમાં બે મોંઘાદાટ ફ્લેટ ખરીદ્યા છે. ખુરાના બંધુઓ આયુષ્માન ખુરાના અને તેના નાના ભાઇ અપારશક્તિ ખુરાનાએ હાલમાં જ મુંબઇમાં બે નવાં આલિશાન ઘર ખરીદ્યા છે. મીડિયા રિપોર્ટસના અનુસાર, બંને ભાઇના ફ્લેટ એક જ કોમ્પલેક્સમાં આવેલા છે. બંને ભાઈએ 28 કરોડની આસપાસ છે.
મુંબઇના અંધેરી પરાના લોખંડવાલામાં આવેલા વિંડસર ગ્રાન્ડે રેસિડન્સિસમાં આયુષ્માન ખુરાનાએ અને અપારશક્તિએ ફ્લેટ ખરીદ્યા છે. વિંડસર ગ્રાન્ડે રેસિડન્સિસમાં વીસમા માળે આયુષ્માન ખુરાનાએ અને અપારશક્તિ ખુરાના બંનેએ એપાર્ટમેન્ટસ ખરીદ્યા છે. આ બંનેની કિંમત રૂપિયા 26 કરોડથી વધુ થાય છે અને સ્ટેમ્પ ડ્યુટી સહિત તેમને લગભગ 28 કરોડમાં બંને ફ્લેટ પડ્યા છે.
આયુષ્માન ખુરાનાએ ખરીદેલા ફ્લેટની કિંમત 19.30 કરોડ રૂપિયા થાય છે. આયુષ્માન ખુરાનાનો ફ્લેટ 4027 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. આ રેસિડન્સીમાં ખુરાના માટે ચાર કારની પાર્કિંગ સુવિધા પણ છે. આયુષ્માને 29 નવેમ્બરના રોજ 96.50 લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી આપીને આ એપાર્ટમેન્ટનું રજિસ્ટેશન કરાવ્યું હતું.
અપારશક્તિ ખુરાનાના ઘરની કિંમત રૂપિયા સાત કરોડ છે. અપારશક્તિ ખુરાનાનો ફ્લેટ 1745 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. અપારશક્તિ ખુરાનાના ફ્લેટ સાથે બે કાર પાર્કિંગની સુવિધા આવેલી છે. આ અપાર્ટમેન્ટ માટે અપારશક્તિએ રૂપિયા 36.25 લાખ સ્ટેમ્પ ડયુટી માટે આપ્યા છે. આ ફ્લેટનું રજિસ્ટ્રેશન 7 ડિસેમ્બરના રોજ કર્યું છે.
ભારતમાં ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા પછી આયુષ્માન ખુરાનાનું નામ પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઈમના ટાઇમ 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરાયું આયુષ્માન એકમાત્ર ભારતીય કલાકાર છે, જેનું નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ યાદીમાં આયુષ્માન ખુરાના ઉપરાંત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમ મોદીનું નામ નેતાઓની શ્રેણીમાં સમાવવામાં આવ્યું છે. આયુષ્માન ખુરાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી હતી.