શોધખોળ કરો
Advertisement
ઓસ્કાર વિજેતા ફિલ્મના હીરોના થયા આવા હાલ, ફ્લેટમાંથી સીધો ઝુંપડપટ્ટીમાં રહેવા મજબૂર
21 વર્ષીય ઈસ્માઈલે સાંતાક્રુજ વેસ્ટના અનુરાગ પ્લાઝામાં પોતાનો આ ફ્લેટ 49 લાખમાં વેંચી દીધો છે.
નવી દિલ્હીઃ વર્ષ 2008માં ડેની બોયલ નિર્દેશિત ફિલ્મ સ્લમડોગ મિલિયોનરે સાત કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ મેળવ્યો હતો. મુંબઈની ઝુંપડપટ્ટીની આજુબાજુ ફરતી ફિલ્મની કહાનીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા અનેક બાળકોને તક મળી હતી. તેમાં અજહરુદ્દીન મોહમ્મદ ઇસ્માઈલ પણ એક હતો. ફિલ્મમાં તેણે સલીમ મલિકની ભૂમિકા ભજવી હતી. ફિલ્મને મળેલ સફળથા બાદ અજહરૂદ્દીનનું જીવન એકદમ જ બદલાઈ ગયું હતું. ઝુંપડપટ્ટીમાં રહેનારો અજહરૂદ્દીનને ફ્લેટ આપવામાં આવ્યો હતો. આ ફ્લેટ જય હો ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યો હતો.
જોકે ફરીથી આ બાળક ઝુંપડપટ્ટીમાં રહેવા જવા માટે મજબુર બની ગયો છે. 2008માં 10 વર્ષના ઈસ્માઈલને ડૈની બૉયલે પોતાની ફિલ્મમાં ચાન્સ આપ્યો હતો. આ બાળક બાન્દ્રાની એક ગરીબ ઝુંપડપટ્ટીમાં રહેતો હતો. ત્યારબાદ ‘જય હો’ ટ્રસ્ટે ઈસ્માઈલને રહેવા માટે એક ફ્લેટ આપ્યો હતો.
હવે 12 વર્ષ બાદ ઈસ્માઈલ ફરીથી ઝુંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર થઈ ગયો. 21 વર્ષીય ઈસ્માઈલે સાંતાક્રુજ વેસ્ટના અનુરાગ પ્લાઝામાં પોતાનો આ ફ્લેટ 49 લાખમાં વેંચી દીધો છે. ત્યારબાદ તે બાન્દ્રાની વેસ્ટ ઝુંપડપટ્ટીમાં જ વસવાટ કરી રહ્યો. હવે બાળ કલાકારને આ જીંદગી પસંદ નથી આવી રહી. આ મામલે ઈસ્માઈલ પણ મહત્વનું નિવેદન આપ્યું છે.
અભિનેતાએ કહ્યું કે, તે ઝુંપડપટ્ટીમાં પરત ફરવા માંગતો નથી. સ્ટારડમ ખતમ. હવે હું મારા પરિવાર માટે કમાવવા માગું છું. પરિવારના મુખ્ય વ્યક્તિ મારા પિતાનું ફિલ્મના એક વર્ષ બાદ જ મૃત્યુ થઈ ગયું. જેથી જરૂરીયાત પૂર્ણ થઈ રહી નથી. જેથી તેમને પોતાનો આ ફ્લેટ વેંચી બીજી વખત તે જગ્યામાં જ પરત ફરવું પડ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement