'Bhuj: The Pride of India'નું ટ્રેલર રિલીઝ, દેશપ્રેમથી ભરેલી ફિલ્મમાં જબરદસ્ત એક્શનમાં દેખાયો અજય દેવગન, જુઓ......
ટ્રેલરમાં જ્યાં, અજય દેવગન ફૂલ યૂનિફોર્મમાં દેખાઇ રહ્યો છે, વળી, સોનાક્ષી સિન્હા દેસી અને સિમ્પલ લૂકમાં દેખાઇ રહી છે.
Bhuj: The Pride of India Trailer Out: અજય દેવગન (Ajay Devgn), સંજય દત્ત (Sanjay Dutt), સોનાક્ષી સિન્હા અને શરદ કેલકર જેવા શાનદાર સ્ટાર્સથી ભરેલી મૉસ્ટ અવેટેડ યુદ્ધ એક્શન ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા (Bhuj: The Pride of India)'નુ શાનદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. રિલીઝ થતા જ ફિલ્મનુ ટ્રેલર ચારેય બાજુએ છવાઇ ગયુ છે. યુટ્યૂબ પર પણ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનુ ટ્રેલર (Bhuj: The Pride of India Trailer) ટ્રેન્ડિંગ લિસ્ટમાં નંબર વન પર આવી ગયુ છે.
આ ધમાકેદાર ટ્રેલર જોયા બાદ કોઇપણ આની પ્રસંશા કર્યા વિના નહીં રહે. ટ્રેલરની શરૂઆત 1971, ભુજ ગુજરાતની ડેટ સાથે થાય છે. ત્યારબાદ બતાવવામાં આવ્યુ છે કે કઇ રીતે પાકિસ્તાની વાયુસેના ભારતીય એરબેઝ પર અચાનક હુમલો કરી દે છે. ત્યાર પછી ભારતીય સેના પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપતી દેખાય છે. ટ્રેલરમાં મિસાઇલ લૉન્ચથી લઇને યુદ્ધપોતો પર હુમલા અને બીજુ ઘણુબધુ બતાવવામાં આવ્યુ છે.
ટ્રેલરમાં જ્યાં, અજય દેવગન ફૂલ યૂનિફોર્મમાં દેખાઇ રહ્યો છે, વળી, સોનાક્ષી સિન્હા દેસી અને સિમ્પલ લૂકમાં દેખાઇ રહી છે. સંજય દત્ત એકદમ રહસ્યમયી અંદાજમાં દેખાઇ રહ્યો છે. ફિલ્મમાં ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી પણ છે. આ ઉપરાંત બેકગ્રાઉન્ડમાં અજય દ્વારાનો વૉઇસઓવર સાંભળી શકાય છે, જે બધાને પોતાના મોત પર શોક ના કરવા માટે કહે છે, આ શહીદી છે જેને તેને પોતાના માટે પસંદ કરી છે.
આ ફિલ્મ આ સ્વતંત્રતા દિવસ પહેલા 13 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ વીઆઇપી પર ડિજીટલ રીતે રિલીઝ થશે. અભિષેક દુધૈયા દ્વારા નિર્દેશિત ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા જેવા સ્ટાર્સ ઉપરાંત એમી વિર્ક, નોરા ફતેહી અને શરદ કેલકર પણ મહત્વની ભૂમિકામાં છે.