જસલીને કહ્યું કે, અમારા બન્ને વચ્ચે 37 વર્ષનો અંતર હોવા છતાં અમારી વચ્ચે ક્યારેય પરેશાની નથી આવી.
2/6
28 વર્ષની જસલીન મથારુ બિગ બોસ 12માં અનુપ જલોટા સાથે આવી છે. જસલીન એક સિંગર છે અને તે અનુપ જલોટાની શિષ્ય છે.
3/6
જસલીને કહ્યું કે, અમારા સંબંધના ખુલાસાથી મારા માતા પિતાને આઘાત લાગશે. અમે સાડા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે. વ્યસ્તતાને કારણે એક બીજા સાથે વધારે સમય પસાર કરવાની તક મળી નથી પરંતુ હવે બિગ બોસની મદદથી અમે સાથે સમય પસાર કરી શકશું.
4/6
જસલીનએ એ પણ જણાવ્યું કે, તેમના આ અફેર વિશે કોઈપણ જાણ નથી. ત્યાં સુધી કે માતા પિતાને પણ ખબર નથી.
5/6
28 વર્ષની જસલીન અને 65 વર્ષના અનુપ જલોટા સાડા ત્રણ વર્ષથી એક બીજાના પ્રેમમાં છે.
6/6
નવી દિલ્હીઃ બિગ બોસ 12ના મંચ પર રવિવારે ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસલીન મથારુના સંબંધમાં રૂપમાં સૌથી મોટો ખુલાસો થયો. લાંબા સમય સુધી અનુપ જલોટાની શિષ્ય રહેલ ગાયિકા અને અભિનેત્રી જસલીન મથારુને બિગ બોસના મંચ પર પોતાનો પ્રેમનો એકરાર કર્યો હતો. આ જોડીને વિચિત્ર એટલા માટે માની શકાય કે કારણ કે તેમની વચ્ચે 37 વર્ષનું અંતર છે.