શોધખોળ કરો
Advertisement
સેક્સ રેકેટમાં ધરપકડ પછી બોલિવૂડ એક્ટ્રેસે કહ્યું- આ બધું અરહાન ખાને.....
આ કેસમાં આરોપી અમૃતા ઘનુઆ કહ્યું કે મને આ મામલે ફસાવવામાં આવી છે. બોલિવૂડ લાઇફની ખબર મુજબ અમૃતાનું કહેવું છે કે આ રેડ પહેલાથી જ પ્લાન હતી.
મુંબઈઃ બિગ બૉસ 13થી બહાર થયેલા રશ્મિ દેસાઇના બોયફ્રેન્ડ અને કંટેસ્ટેંટ અરહાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અમુતા ઘનોઆને મુંબઇ પોલીસે એક સેક્સ રેકેટ ચલાવાના આરોપમાં ધરપકડ કરી છે. જો કે અમૃતા આ સમગ્ર મામલે પોતાને નિર્દોષ જણાવી રહી છે. અમૃતાના વધુમાં આરોપ છે કે અરહાન તેમને ફસાવી રહ્યા છે.
આ કેસમાં આરોપી અમૃતા ઘનુઆ કહ્યું કે મને આ મામલે ફસાવવામાં આવી છે. બોલિવૂડ લાઇફની ખબર મુજબ અમૃતાનું કહેવું છે કે આ રેડ પહેલાથી જ પ્લાન હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ બધુ અરહાને કર્યું છે. પોલીસે પરિસ્થિતિનું આકંલન ખોટી રીતે કર્યું છે. તેણે કહ્યું કે અમે એક નોર્મલ પાર્ટી કરી રહ્યા હતા. અને મેં તેમને આજ વાત જણાવી હતી. અનેક મીડિયા રિપોર્ટ તે વાત બહાર આવી છે કે અમૃતા સિવાય આ પાર્ટીમાં એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ ઋચા સિંહ પણ હતી જેને પણ અરેસ્ટ કરવામાં આવી છે.
હવે અરહાન ખાને આ મામલે જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, હું અમૃતા ધનોઆને જાણતો પણ નથી. વાત કરતા અરહાને કહ્યું કે ‘હું તેને ઓળખતો પણ નથી, તો પછી એની ધરપકડ હું કેવી રીતે કરાવી શકું. મેં મીડિયામાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે હું આ છોકરીને ઓળખતો નથી.
અભિનેતાએ આગળ કહ્યું કે, ‘જો કે મીડિયાકર્મી તેમની પાસે ગયા અને તેનો ઇન્ટરવ્યૂ લીધો. જેના કારણે એ યુવતીને ખોટું ફેલાવવાની તક મળી ગઈ. હું હજી પણ કહી રહ્યો છું કે હું તેને ઓળખતો નથી અને ક્યારેય તેને મળ્યો પણ નથી. તો પછી હું તેને ડેટ કઈ રીતે કરી શકું અને તેની સાથે લિવ ઈનમાં કેવી રીતે રહી શકું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement