Birthday Special : આ બે ઘટના ન બની હોત તો અમિતાભ બચ્ચન કદાચ સુપરસ્ટાર ન હોત
અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેના માટે તેમણે સખત મહેનત કરી છે. તેમની શરૂઆતની 12 ફિલ્મ ફ્લોપ ગઇ હતી.
Birthday Special :અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેના માટે તેમણે સખત મહેનત કરી છે. તેમની શરૂઆતની 12 ફિલ્મ ફ્લોપ ગઇ હતી.બોલીવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મ દિવસ છે. તેમની શાનદાર એકટિંગના કારણે તેમને સદીના મહાનાયકના નામથી નવાજવામાં આવે છે.. તેઓ આજે એ સ્થાને છે. જ્યાં તેમને કોઇ ઓળખની જરૂર નથી. જો કે તેમને બોલિવૂડમાં આ સ્થાન બનાવવા માટે સખત મહેનત કરી છે.
બિગ બીએ તેમની કરિયરની શરૂઆત ફિલ્મ સાત હિન્દુસ્તાનથી કરી હતી. જો કે તેમણે તેમની અલગ ઓળખ બનાવવા માટે સખત સંઘર્ષ અને મહેનત કરી છે. આજે બિગબીને જીંદગીની એ બે ઘટના અમે આપને બતાવી રહ્યાં છે. કે જે ન ઘટી હોત તો કદાચ બિગ બી સુપર ન બનત.
તેમની શરૂઆતની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી, તેમને હિટ ફિલ્મની તલાશ હતી, 1973cex પ્રકાશ મહેરાની ફિલ્મ જંજીર માટે ત્રણ સુપરસ્ટાર્સે ના પાડી દીધી બાદ અમિતાભને આ ફિલ્મ સાઇન કરવાનો ચાન્સ મળ્યો. ફિલ્મનું પ્રમોશન હતું ત્યારે ફિલ્મમાં કામ કરનાર પ્રાણ ન હતા આવી શકાય આ સમયે ફિલ્મના ડાયરેક્ટર પ્રકાશ મહેરાને લોકોએ પૂછ્યું કે, ફિલ્મનો અસલી હિરો પ્રાણ ક્યાં છે?
જંજીર ફિલ્મમાં અમિતાભને એ સમયે કોઇ હિરો તરીકે સ્વીકારવા તૈયાર ન હતું. આ સવાલ અમિતાભ ભચ્ચનના દિલમાં શૂળની જેમ ભોંકાય ગયો. આ સમયે પ્રકાશ મહેરા અમિતાભનો ભાવ સમજી ગયા તેમણે કહ્યું કે, એક વાર ફિલ્મ રિલીઝ થઇ જવા દો બાદ સૌન ખબર પડશે કે, ફિલ્મનો અસલી હિરો કોણ છે.
પ્રકાશ મહેરાની વાત સાચી સાબિત થઇ. જંજીર ફિલ્મ રિલીઝ થયા બાદ તે જ હોટેલમાં ફરી અમિતાભ કલકતા પહોંચ્યાં તો તેમના ફેન્સની એટલી ભીડ હતી કે રોડ પર જામ થઇ ગયો હતો.
જ્યારે માતા-પિતા સામે થયું અપમાન
અમિતાભ બચ્ચન જે સમયે મુંબઇમાં ફિલ્મોમાં સંઘર્ષ કરી રહ્યાં હતા તે સમયે સ્ટુડિયોને જોવા માટે અમિતાભ બચ્ચન તેમના માતા-પિતાને લાવ્યો હતો. માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશ રાય બચ્ચન અલ્હાબાદથી મુંબઇ આવ્યાં હતા અને ફિલ્મના ડિરેક્ટર અને સ્ટુડિયોમાં તેમનું કામ જોઇને ખુશ થયા હતા. જ્યારે સ્ટુડિયો જોઇને માતા-પિતા ટેક્સીમાં ફરી પરત ધરે જઇ રહ્યાં હતા. તો તે સમયે કોઇ કારની બારીનો કાચ નોક કરીને ખોલાવ્યો અને અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનને કહ્યું કે, “ આમને પરત અલ્હાબાદ લઇ જાવ, અહીં મુંબઇમાં તેનું કામ નથી. તેની ફિલ્મો સતત ફ્લોપ જઇ રહી છે.
અ ઘટના બાદ તે રાત્રે બિગ બી ઊંઘી ન શક્યાં અને ત્યારબાદ તેમને મનોમન સંકલ્પ કર્યો કે, ભલે જીવ જાય પરંતુ મુંબઇમાં રહી નેજ હું સફળ બનીને બતાવીશ”