શોધખોળ કરો

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા

રાજકોટ: ગુજરાતના રાજકારણમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટ: ગુજરાતના રાજકારણમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ બાદ હવે ભાજપ પણ ખોડલધામના આંગણે પહોંચ્યું હતું.

ભાજપના દિગ્ગજોની હાજરી
આ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરીયા, કમલેશ પટેલ અને જયેશ રાદડીયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌપ્રથમ આઈ ખોડલના દર્શન કર્યા 

મુખ્યમંત્રીનું સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા આ તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાલમાં કેન્સર હોસ્પિટલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પૂર્વે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ખોડલધામ ખાતે દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સ્વયંસેવકો અને દર્શનાર્થીઓ હાજર રહ્યા હતા.

ટ્રસ્ટના આંગણે અનોખા દ્રશ્યો
કાર્યક્રમ દરમિયાન ખોડલધામ ખાતે અનોખા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા હતા. લાંબા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગ્રાહની ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે આ પ્રસંગે પાટીદાર સમાજના બે અગ્રણીઓ એક થઈને સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો. જયેશ રાદડિયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, "ખોડલ ધામ એ અમારું આંગણું છે, અમે હાજર છીએ. જયેશ રાદડિયા હોય કે ન હોઈ, ખોડલ ધામ રહેવાનું છે."

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું સંબોધન:

તેમણે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વળતર પેટે ₹10,000 કરોડની જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું, જેમાંથી અત્યાર સુધીમાં ₹2200 કરોડ ચૂકવાઈ ગયા છે. તેમણે ખોડલધામ ટ્રસ્ટની અપીલ બાદ સમાજના અગ્રણીઓએ મોટા મનથી ખેડૂતોની મદદ કરી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સંબોધન:

જગદીશ વિશ્વકર્માએ ચેરમેન નરેશ પટેલની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે સરદાર પટેલે 562 રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હતું, તે જ રીતે લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget