શોધખોળ કરો
Advertisement
કાળીયાર શિકાર મામલો: સલમાન ખાન આવતીકાલે જોધપુર કોર્ટ સમક્ષ થઈ શકે છે હાજર
કોર્ટમાં હાજર નહીં થાય તો સલમાન ખાનની જામીન રદ થઈ શકે છે અને એકવાર ફરી સલમાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થઈ શકે છે.
નવી દિલ્હી: કાળીયાર શિકાર કેસમાં સલમાન ખાન શુક્રવારે જોધપુર કોર્ટ સમક્ષ હાજર થઈ શકે છે. ગત સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલને મેજિસ્ટ્રેટ દ્વારા ફટકાર લગાવી હતી અને હાજરી માફીને કોર્ટે સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે.
સલમાન ખાનના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કોઈ કારણસર સલમાન ખાન કોર્ટમાં હાજર થઈ શક્યા નથી. તેના બાદ કોર્ટે હાજરી માફી સ્વીકાર કરતા તેને 27 સપ્ટેમ્બરે હાજર થવા કહ્યું હતું. કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે 27 સપ્ટેમ્બરે સલમાન ખાન કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો કોર્ટ તેના જામીન રદ કરી દેશે.
સલમાન ખાનની કોર્ટમાંથી જામીન રદ થાય તો એકવાર ફરી સલમાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થઈ શકે છે. સલમાનને કોર્ટમા હાજર થઈને જામીન બોન્ડ ભરવો પડશે અને જેલ પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સોપૂ ગેંગની ધમકી ભરી પોસ્ટ ફેસબૂક પર અપડેટ સોપૂ ગેંગના ગુર્ગે ગેરી શૂટરે કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement