(Source: ECI/ABP News/ABP Majha)
Bobby Deolની બે દાયકા પહેલા કૉવિડ-19ની ભવિષ્યવાણી કરવાવાળુ મીમ્સ થઇ રહ્યું છે વાયરલ, જુઓ વીડિયો
બૉબી દેઓલે બે દાયકા પહેલા કૉવિડ-19 મહામારીની ભવિષ્યવાણી માટે ચર્ચા વધારી છે. ખરેખરમાં, એક મીમ વાયરલ થઇ રહ્યું છે, જેને જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો કે શું બાબા નિરાલા પાસે સાચે ભવિષ્ય જોવાનો કંઇક સુપરપાવર છે.
મુંબઇઃ બૉબી દેઓલ સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાએ ચઢ્યો છે. આ વાર બૉબી દેઓલે બે દાયકા પહેલા કૉવિડ-19 મહામારીની ભવિષ્યવાણી માટે ચર્ચા વધારી છે. ખરેખરમાં, એક મીમ વાયરલ થઇ રહ્યું છે, જેને જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો કે શું બાબા નિરાલા પાસે સાચે ભવિષ્ય જોવાનો કંઇક સુપરપાવર છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયો બૉબી દેઓલ અને એશ્વર્ય રાય બચ્ચનની ફિલ્મ ઔર પ્યાર હો ગયાનો છે. જેમાં તે એશ્વર્યને સ્વેબ ટેસ્ટ કરતાં, હાથ ધોતા, ખુદને એક રૂમમાં બંધ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને યૂઝર્સ કૉવિડ-19ની ભવિષ્યવાણી સાથે જોડી રહ્યાં છે. વીડિયો સોશ્યલ મીડિયામાં હૉટ ટ્રેન્ડ બની ગયો છે, અને ફેન્સ કહી રહ્યાં છે, કે બૉબી દેઓલે બે દાયકા પહેલા વાયરસની ભવિષ્યવાણી કરી દીધી હતી. બૉબી દેઓલ હવે સોશ્યલ મીડિયા પર એક પસંદગી સેલેબ છે. તાજેતરમાં જ તેના ડાન્સ વીડિયોને મર્જ કરીને પણ મીમ્સ બનાવવામાં આવ્યા હતા.
બૉબી દેઓલે થોડાક દિવસો પહેલા ખુલાસો કર્યો પાતળા અવાજના કારણે તેને બાળપણમાં જ બહેનજી કહેવામાં આવતો હતો. બૉલીવુડ બબલથી વાત કરતા બૉબીએ કહ્યું- જ્યારે હુ બાળક હતો, મારો અવાજ બહુ જ પાતળો હતો. સામાન્ય છે કે જેમ જેમ તમે મોટા થાઓ તેમ તેમ મેચ્યૉર થાઓ છો. તમારો અવાજ બદલાય છે. પરંતુ તે સમયે જ્યારે હું ઘરે ફોન ઉઠાવતો હતો તો લોકોને લાગતુ કે હું એક છોકરી છુ અને તે પુછતા - બહેનજી, ધરમજી છે ઘરે?
બૉબી દેઓલની આશ્રમ વેબસીરીઝ આવી હતી વિવાદોમાં....
અભિનેતા બૉબી દેઓલ અને ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા બન્ને આશ્રમ ફિલ્મને લઇને મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. બન્નેને જોધપુરની એક કોર્ટે આશ્રમ વેબ સીરીઝ આશ્રમ વિરુદ્ધ નોંધાયેલા એક કેસમા નૉટિસ ફટકારી હતી.
આ સીરીઝને લઇને દેશમાં અનેક જગ્યાએ વિવાદ અને વિરોધ જોવા મળ્યો હતો. કેટલાક લોકો અને સંગઠનોએ આ ફિલ્મ પર આપત્તિ દર્શાવી હતી. સીરીઝ દર્શકો વચ્ચે ખુબ ચર્ચિત રહી. કરણી સેના તરફથી આશ્રમ વેબ સીરીઝના ટાઇટલમા જ ડાર્ક સાઇડ જોડવામા આવ્યુ છે, તેને લઇને કરણી સેનાએ આપત્તિ દર્શાવી છે. ટ્રેલરના આપત્તિજનક સીન્સા આધાર પર કરણી સેનાએ આ શૉ પર રોક લગાવવાની માંગ કરી હતી.