શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની કઈ અભિનેત્રીએ 20 KG વજન ઘટાડ્યું, પહેલા અને અત્યારે કેવી લાગે છે? જુઓ આ રહ્યો ફોટો
મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોડી ટ્રાન્સફર્મેશનનો ઘણો જ ટ્રેન્ડ છે. એવા ઘણાં એક્ટર્સ છે જેમણે પોતાનો વજન ઘટાડીને લુક બદલી નાખ્યો હોય. હવે આ લિસ્ટમાં બોલિવૂડ અભિનેત્રી નરગિસ ફખરી પણ સામેલ થઈ ગઈ છે. નરગિસે ઈન્સ્ટાગ્રામ પર તેનો વજન ઘટાડ્યા પહેલાંનો અને વજન ઘટાડ્યાનો ફોટો શેર કર્યો છે.
તેણે લખ્યું છે કે, પબ્લિક ફિગર તરીકે તમે હંમેશાં લોકોની નજરમાં જ રહો છો. અમુકવાર સારું પણ છે ને ક્યારેક તે નડે પણ છે. ડાબી બાજુનો ફોટો હું 80 કિલો વજનની હતી ત્યારનો છે અને જમણી બાજુના ફોટોમાં હું 58 કિલોની છું. મેં 20 કિલો જેટલું વજન મારી લાઈફસ્ટાઇલ બદલીને ઉતાર્યું છે. જો હું આ કરી શકી તો તમે પણ કરી શકો છો.
નરગિસે તેનું બોલિવૂડ ડેબ્યુ 2011માં રણબીર કપૂરની ઓપોઝિટ ‘રોકસ્ટાર’થી કર્યું હતું. ત્યારબાદ તેણે ‘મૈં તેરા હીરો’, ‘મદ્રાસ કેફે’, ‘અઝહર’, ‘હાઉસફુલ-3’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. એક્ટિંગ સિવાય તેણે ડાન્સ પણ કર્યા છે. તેમાં શાહિદ કપૂરની ફિલ્મ ‘ફટ પોસ્ટર નિકલા હીરો’નું ‘ધતિંગ નાચ’ અને સલમાન ખાનની 'કિક' મૂવીનું 'યાર ના મિલે' સોન્ગ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement