ગીતાજંલિ અને વિનોદ ખન્ના બાળપણના મિત્રો હતા અને લાંબા અફેર બાદ બંનેએ 1971માં લગ્ન કરી લીધા હતા. લગ્નજીવનના 14 વર્ષ બાદ બંનેએ 1985માં છૂટાછેડા લીધા હતા. વિનોદ ખન્નાએ અચાનક ઓશો સંન્યાસી બનવાનો ફેંસલો લીધા બાદ બંને અલગ થઈ ગયા હતા.
2/4
મુંબઈઃ દિવંગત અભિનેતા વિનોદ ખન્નાની પત્ની અને અક્ષય ખન્નાની માતા ગીતાજંલિ ખન્નાનું શનિવારે મોડી રાતે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના માંડવા પાસે આવેલા તેમના ફાર્મહાઉસમાં મોત થયું હતું. ગીતાજંલિના મોતનું કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ તેમની તબિયત શનિવાર બપોરથી જ ખરાબ હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
3/4
ગીતાજંલિ ગત વર્ષે મુંબઈમાં તેના પતિ વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં જોવા મળી હતી. અહીંયા તે પુત્ર અક્ષય સાથે આવી હતી. વિનોદ ખન્નાનું અવસાન 27 એપ્રિલ, 2017ના રોજ કેન્સરની બીમારીના કારણે થયું હતું.
4/4
70 વર્ષીય ગીતાજંલિના અંતિમ સંસ્કાર આજે બપોરે 1.00 કલાકની આસપાસ કરવામાં આવ્યા હતા. આ અવસર પર તેના બંને દીકરા અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના હાજર હતા. ગીતાજંલિ ખન્ના તેના મોટા દીકરા અક્ષય સાથે માંડવાથી 15 કિલોમીટર દૂર આવેલા તેના ફાર્મહાઉસ પર વીકેન્ડ માટે ગઈ હતી.