શોધખોળ કરો
Advertisement
હવે બોલિવૂડનો આ સ્ટાર ‘Man vs Wild’ શોમાં જોવા મળશે, તસવીરો થઈ LEAK
અક્ષય કુમાર Man vs Wild શોના હોસ્ટ બેયર ગ્રિલ્સની સાથે જોવા મળે છે. અક્ષય કારમાં બેઠો છે અને ગ્રિલ્સ બહાર ઊભા રહીને તેમની સાથે હાથ મિલાવી રહ્યા છે.
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદમાં રજનીકાંત અને હવે બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર પણ ‘Man vs Wild’ ફેમસ શોમાં જોવા મળશે. અક્ષય કુમારે શોના હોસ્ટ બેયર ગ્રિલ્સની સાથે શૂટિંગ પૂર્ણ કર્યું છે. શૂટિંગના કેટલીક તસવીરો સોશિલ મીડિયા પર લીક થઈ છે. જંગલોમાં અક્ષય કુમારનો લૂક કંઈક અલગ જ જોવા મળ્યો હતો. હાલ આ તસવીરો વાયરલ થઈ છે.
રજનીકાંતની જેમ અક્ષય કુમારે પણ શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વ એન્ડ નેશનલ પાર્કમાં કર્યું હતું. સૌથી પહેલાં તમે આ તસવીરો જોઈ શકો છો. જેમાં અક્ષય કુમાર Man vs Wild શોના હોસ્ટ બેયર ગ્રિલ્સની સાથે જોવા મળે છે. અક્ષય કારમાં બેઠો છે અને ગ્રિલ્સ બહાર ઊભા રહીને તેમની સાથે હાથ મિલાવી રહ્યા છે.
શૂટિંગ કુલ 6 કલાક ચાલ્યું હતું તેવું જાણવા મળ્યું હતું. આ તસવીરોમાં અક્ષય કારમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. અન્યમાં તે લોકોની સાથે જોવા મળી રહ્યો છે. અક્ષય ખાખી રંગની ટી શર્ટની સાથે કાળા રંગનો ટ્રાઉઝર પહેર્યું છે.
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર અને રજનીકાંત અને PM નરેન્દ્ર મોદી પણ Man vs Wild શોનો ભાગ બની ચૂક્યા છે. પીએમ મોદીના આ એપિસોડને ડિસ્કવરી નેટવર્કની ચેનલો પર દુનિયાના 180થી વધુ દેશોમાં જોવામાં આવ્યો હતો. હવે બોલિવૂડના સુપર સ્ટાર રજનીકાંત બાદ અક્ષય કુમાર પણ આ માટેનું 6 કલાકનું શૂટિંગ કરી ચૂક્યા છે. જેના કેટલાક ફોટોઝ લીક થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion