આલિયા અને રણબીરની રિલેશનશિપને બંનેના પરિવારજનોએ પણ મંજૂરી આપી દીધી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં બંને પરણી શકે છે.
2/3
મુંબઈઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના સંબંધને ભલે જાહેર ન કરતાં હોય પરંતુ નવા વર્ષના અવસર પર બંનેની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેના પરથી બંને રિલેશનશિપમાં હોવાનું સાબિત થાય છે. આલિયા ભટ્ટે રણબીર કપૂર અને તેના પરિવારજનો સાથે ન્યૂયોર્કમાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું.
3/3
વાયરલ થઈ રહેલી તસવીરમાં આલિયા ઉપરાંત રણબીરનો સમગ્ર પરિવાર નજરે પડી રહ્યો છે. આ ફોટો નીતુએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં નીતુ કપૂર-ઋષિ કપૂર, આલિયા-રણબીર અને રિદ્ધિમા કપૂર તેના પતિ તથા પુત્રી સાથે જોવા મળી રહી છે.