શોધખોળ કરો
Advertisement
આલિયા ભટ્ટની સામે જ બોલિવૂડની કઈ અભિનેત્રીએ કહ્યું, ‘હું રણબીર કપૂરને ટુવાલમાં જોવા માંગુ છું’
અભિનેત્રી નુસરત ભરૂચાએ કહ્યું કે, તે રણબીર કપૂરને ટુવાલમાં જોવા માંગે છે. ટૂંક સમયમાં પ્રસારિત થનાર આઈફા 2019નો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે.
મુંબઈ: ‘પ્યાર કા પંચના’મા ફિલ્મથી ફેમસ થયેલી બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા હાલમાં એક વાતને લઈ બહુ જ ચર્ચામાં છે. હાલમાં રિલીઝ થયેલી ‘ડ્રીમ ગર્લ’ પણ હિટ રહી છે. પરંતુ નુસરત ભરૂચાના એક નિવેદનના કારણે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે.
અભિનેત્રી નુસરત ભરૂચાએ કહ્યું કે, તે રણબીર કપૂરને ટુવાલમાં જોવા માંગે છે. ટૂંક સમયમાં પ્રસારિત થનાર આઈફા 2019નો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. જેમાં નુસરત ભરૂચા રણબીર કપૂરને ટુવાલમાં જોવાની ઈચ્છા વ્યક્ત કરતી જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ કાર્યક્રમમાં આલિયા ભટ્ટ પણ હાજર હતી.
પ્રોમો વીડિયોમાં હોસ્ટ આયુષ્માન ખુરાના નુસરતને પુછે છે કે, બિગ બોસમાં તે ક્યા સ્ટારને ટુવાલમાં જોવા માંગશે. તો અભિનેત્રી પહેલા ખચકાતી હતી પરંતુ ત્યાર બાદ રણબીર કપૂરનું નામ આપ્યું હતું. તેનો આ જવાબ સાંભળીને પ્રેક્ષકો તરફથી સારો રિસપોન્સ મળ્યો હતો. ત્યારે રણબીરની ગર્લફ્રેન્ડ આલિયાએ પણ હસીને પ્રતિક્રિયા આપી હતી. ત્યાર બાદ નુસરતે આલિયા તરફ જોઈને મજાકમાં “સોરી” કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion