(Source: ECI/ABP News/ABP Majha)
ચંદ્રયાન-2 પર બૉલિવૂડ હસ્તીઓએ કહ્યું- ઇસરો પર ગર્વ છે, કોણે શું કહ્યું ? જાણો
ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ચાંદ પર લેન્ડિંગ દરમિયામ ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો છે. લેન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉંચાઈ પર હતું ત્યારે તેને સંપર્ક તૂટ્યો હતો.સમગ્ર દેશ અફસોસ વ્યક્ત કરી રહ્યો છે અને વૈજ્ઞાનિકોના પ્રયાસને પ્રસંશા કરી રહ્યાં છે.
બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે ઇસરોની પ્રસંશા કરતા કહ્યું કે, આજ સમગ્ર દુનિયા ભારત સાથે છે. તેમણે લખ્યું, ગિરતે હૈ શહસવાર હી મૈદાન-એ-જંગ મેં, વો તિફ્લ ક્યા ગિરે જો ઘૂટનો કે બલ ચલે ! ખૂબ સરસ ઇસરો, અમને તમારા પર ગર્વ છે. ”T 3281 - Pride never did face defeat .. our pride , our victory .. Proud of you ISRO तू ना थके गा कभी , तू ना मुड़े गा कभी , तू ना थमे गा कभी कर शपथ कर शपथ कर शपथ अग्निपथ अग्निपथ अग्निपथ pic.twitter.com/oEs0C70LAP
— Amitabh Bachchan (@SrBachchan) September 7, 2019
એક્ટર રિતેશ દેશમુખે પણ ટ્વિટ કરીને કહ્યું કે, આજે જે પ્રાપ્ત કર્યું છે તે કોઈ નાની ઉપલબ્ધિ નથી. રિતેશે લખ્યું, “ હમ હોંગે કામયાબ ! ભવિષ્ય એ લોકોનું છે જે પોતાના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે ! ઇસરોની ટીમ પર અવિશ્વસનીય રીતે ગર્વ છે. આજે જે પણ મેળવ્યું છે તે કોઈ નાની ઉપલબ્ધિ નથી.”गिरते हैं शहसवार ही मैदान-ए-जंग में, वो तिफ्ल क्या गिरे जो घुटनों के बल चले!!! Well done @isro. We are proud of you.????????????
— Anupam Kher (@AnupamPKher) September 6, 2019
ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ ટ્વીટ કરી કહ્યું કે, “મને આશા છે કે કોમ્યૂનિકેશનને ફરી રિસ્ટોર કરશે. આશા રાખું છું કે તેઓ આગળ વધુ સારું કરશે. વેલ ડન ઇસરો.”We shall over come!!!!! Future belongs to those who believe in the beauty their dreams!! We are incredibly proud of the entire team of @isro - what was achieved today was no small feat. #JaiHind https://t.co/ktuJjb9ozx
— Riteish Deshmukh (@Riteishd) September 6, 2019
Damn.... I hope they can restore communication. Hard worK of so many and prayers of so many. It’ll happen. BELIEVE!!! Well done ISRO.
— Anubhav Sinha (@anubhavsinha) September 6, 2019
Lump in the throat, tear in the eye not coz of anything else but witnessing how beautifully you got the entire nation together in hope and spirit... it’s ok to take a few steps back when u know you are about to make your longest jump. You are our hero @isro ❤️
— taapsee pannu (@taapsee) September 7, 2019
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવાર-શનિવારની રાત્રે 1.53 વાગ્યે ચંદ્ર પર ઉતરવાનું હતું. લગભગ 1.38 મિનટે લેન્ડરને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરુ થઈ. પરંતુ ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો. ‘વિક્રમ’એ ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઈન બ્રેકિંગ’ ફેઝને સફળતા પૂર્વક પૂરું કરી લીધું, પરંતુ સૉફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક પૃથ્વી પરના સ્ટેશનથી તૂટી ગયો. તેની સાથે જ વૈજ્ઞાનિકો સાથે સાથે દેશોના લોકોના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ. વિશેષજ્ઞોએ જણાવ્યું કે હજુ પણ મિશન અસફળ કહી શકાય નહીં. લેન્ડર સાથે ફરી સંપર્ક સ્થાપિત થઈ શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે લેન્ડર નિષ્ફ જશે તો પણ ચંદ્રયાન-2 નું ઑર્બિટર એકદમ સામાન્ય છે અને તે ચંદ્રની સતત પરિક્રમા કરી રહ્યું છે.There’s no science without experiment...sometimes we succeed, sometimes we learn. Salute to the brilliant minds of @isro, we are proud and confident #Chandrayaan2 will make way for #Chandrayaan3 soon. We will rise again.
— Akshay Kumar (@akshaykumar) September 7, 2019