શોધખોળ કરો
Advertisement
અભિનેતા આસિફ બસરાના નિધનથી બોલિવૂડ શોકમગ્ન, ટ્વિટર પર વ્યક્ત કર્યું દુખ
એક્ટર આસિફ બસરાએ હિમાચલ પ્રદેશના કાંગડાના ધર્મશાળાના મેક્લોડગંજમાં સ્થિત એક કેફેમાં આત્મહત્યા કરી લીધી છે. તેમનો મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવ્યો હતો
મુંબઈ: બૉલિવૂડ જગતમાંથી એક દુખ સમાચાર સામે આવ્યા છે. જાણિતા એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ હિમાચલ પ્રદેશના કાંગડાના ધર્મશાળાના મેક્લોડગંજમાં સ્થિત એક કેફેમાં આત્મહત્યા કરી લીધી છે. આસિફે કયા કારણે આત્મહત્યા કરી તે અંગે હાલ કોઈ જાણકારી મળી નથી. કાંગડા પોલીસ એસએસપી વિમુક્ત રંજને આ અંગે પુષ્ટિ કરી હતી. કાંગરા એસએસપીએ કહ્યું કે, ફિલ્મ અભિનેતા આસિફ બસરાનો મૃતદેહ ધર્મશાળામાં એક ખાનગી પરિસરમાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે છે અને પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અભિનેતાના નિધનથી બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. એકટ્ર્સ અને નિર્દશકો આસિફના નિધનથી શોકમગ્ન છે. ઈમરાન હાશમીએ આસિફના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. આસિફે વન્સ ઓપોન અ ટાઈમ ઈન મુંબઈમાં ઈમરાનના પિતાની ભૂમિકા ભજવી હતી.
ફિલ્મ મેકર હંસલ મેહતાએ આસિફ બસરાની મોત પર દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, ‘આ સાચુ ન હોઈ શકે, આ સમાચાર ખૂબજ દુખદ છે.’Rip Asif bhai ???? pic.twitter.com/uOXALTsHlg
— Emraan Hashmi (@emraanhashmi) November 12, 2020
એક્ટર મનોજ બાજપેયીએ બસરાના આકસ્મિક નિધન પર આશ્ચર્ય વ્યક્ત કરતા લખ્યું કે, “શું? હે ભગવાન ! આ ખૂબજ ચૌકાવનારું છે. લૉકડાઉન પહેલા જ અમે સાથે શૂટિંગ કર્યું હતું. ”Asif Basra! Can't be true... This is just very, very sad.
— Hansal Mehta (@mehtahansal) November 12, 2020
દિલ બેચારાના નિર્દેશક મુકેશ છાબડાએ ટ્વીટ કરી કે, “આ સાચુ ન હોઈ શકે આસિફ ભાઈ. આપણે ‘કાય પો છે’થી લઈ હોસ્ટેજ-2 સુધી એક સાથે ઘણા કામ કર્યા છે. હું આના પર વિશ્વાસ નથી કરી કરતો ! શું થઈ રહ્યું છે ?”What? This is too shocking!! Shot with him just before Lockdown!!! Oh My God!!! https://t.co/alfYTGxChH
— manoj bajpayee (@BajpayeeManoj) November 12, 2020
આસિફ બસરા અનેક બોલિવૂડ ફિલ્મો અને ટીવી શોમાં નજર આવી ચૂક્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો તે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કાય પો છેમાં પણ નજર આવ્યા હતા. તે સિવાય બ્લેક ફ્રાઈડે, વન્સ ઓપોન અ ટાઈમ ઈન મુંબઈમાં નજર આવી ચૂક્યા છે. તેઓ હાલમાં જ વેબ સિરીઝ ‘પાતાલ લોક’માં પણ નજર આવી ચૂક્યા છે.This can’t be true Asif Bhai, we have done so much work together from Kai Po Che to Hostages 2 I can not believe this! Whatttt is happening??????????? #asifbasra ????
— Mukesh Chhabra CSA (@CastingChhabra) November 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement