શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઇનરનું અવસાન, પ્રિયંકાએ ગ્રેમી એવોર્ડ્સમાં પહેરેલા ડ્રેસની કરી હતી ટીકા
વેડેંલ તેમના કેટલાક નિવેદનોને લઈ વિવાદમાં પણ રહ્યા હતા. પ્રિયંકાએ ચોપડાએ ગ્રેમી એવોર્ડ્સમાં પહેરેલા ડ્રેસ પર કમેન્ટ કરી હતી, જે બાદ પ્રિયંકાની માએ વળતો જવાબ આપ્યો હતો. આ ઉપરાંત ઐશ્વર્યા રાયના ડ્રેસ પર કમેન્ટ કરી વિવાદમાં આવ્યો હતો.
ગોવાઃ બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઇનર વેંડેલ રોડ્રિક્સનું બુધવારે 59 વર્ષની વયે નિધન થયું હતું. 28 મે 1960ના રોજ ગોવામાં જન્મેલા વેંડેલે તેમના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ બોલિવૂડ સ્ટાર્સમાં ઘણા લોકપ્રિય હતા અને ઘણી ફેશન ઈવેન્ટ્સમાં સ્ટાર્સ સાથે જોવા મળ્યા હતા.
તેમણે કરિયરની શરૂઆત લેક્સમે કોસ્મેટિક્સ, ગાર્ડન વરેલી અને ડિબીયર્સ માટે ડિઝાઈનિંગની સાથે કરી હતી. તેમણે 2002માં પેરિસમાં જેરોમ મારેલ સાથે લગ્ન કર્યા હતા. વેંડેલ ગે રાઇટ્સ એક્ટિવિસ્ટ પણ હતા અને આ મુદ્દે તેમન અભિપ્રાય પણ વ્યક્ત કરતા હતા. સેલેબ્સે વ્યક્ત કર્યો શોક વેંડેલના નિધન પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, આલિયા ભટ્ટની માતા સોની રાજદાન, સોનાક્ષી સિન્હા, શ્રુતિ સેઠત અનેક સેલિબ્રિટીઝે શોક વ્યક્ત કર્યો હતો. 2014માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2015માં ફ્રેન્ચ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા Chevalier de l'Ordre des Arts Et Lettres થી સન્માનિત થઈ ચુક્યા છે. દીપિકા, કંગના વેંડેલે ડિઝાઇન કરેલા ડ્રેસમાં કરી ચુક્યા છે રેમ્પ વૉક 1990માં વેંડેલે પ્રથમ કલકેશન રજૂ કર્યુ હતું. જે બાદ તેમને ગુરુ ઓફ મિનિમલિઝ્મની ટેગ મળી હતી. આ બાદ તેમણે ઈન્ડિયન ફેશનમાં ઈકો ફ્રેન્ડલી ગાર્મેન્ટ્સ પર ફોક્સ કર્યુ હતુ. ફેશન ઈન્ડસ્ટ્રીમાં બે દાયકા વીતાવ્યા બાદ તેઓ બોલિવૂડના ટૉપ ફેશન ડિઝાઈનરમાં સામેલ થઈ ગયા હતા. દીપિકા પાદુકોણ, કંગના રનૌત, પ્રિયંકા ચોપડા, ઉપેન પટેલ, ગોવિંદા જેવા અનેક સ્ટાર્સ તેમના ડિઝાઇન કરેલા કપડામાં રેમ્પવોક કરી ચુક્યા છે. ઐશ્વર્યા-પ્રિયંકાના ડ્રેસની કરી હતી ટિકા વેડેંલ તેમના કેટલાક નિવેદનોને લઈ વિવાદમાં પણ રહ્યા હતા. પ્રિયંકાએ ચોપડાએ ગ્રેમી એવોર્ડ્સમાં પહેરેલા ડ્રેસ પર કમેન્ટ કરી હતી, જે બાદ પ્રિયંકાની માએ વળતો જવાબ આપ્યો હતો. આ ઉપરાંત ઐશ્વર્યા રાયના ડ્રેસ પર કમેન્ટ કરી વિવાદમાં આવ્યો હતો. આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રક-બસની ટક્કર, 13નાં મોત, 31 ઘાયલFashion designer Wendell Rodricks passes away in Goa. (file pic) pic.twitter.com/fAZDmDd5sC
— ANI (@ANI) February 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement