શોધખોળ કરો
બોલીવુડની આ હોટ એક્ટ્રેસ કહ્યું, શરાબ છોડવી મુશ્કેલ હતી, કહી આ મોટી વાત
પૂજા ભટ્ટે જણાવ્યું કે, ડિસેમ્બર 2016માં શરાબ છોડતા મારે દરરોજ પીવાની ટેવ હતી. પૂજાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કોઇપણ ચીજની ટેવને છોડવા અંગે પોસ્ટ લખી છે.

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ પૂજા ભટ્ટ તેની આગામી ફિલ્મ સડક 2ને લઈ ચર્ચામાં છે. પૂજા ભટ્ટ લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. પૂજા ભટ્ટે અનેક વખત શરાબ સાથે જંગની કહાની શેર કરી છે. પૂજા ભટ્ટે જણાવ્યું કે, ડિસેમ્બર 2016માં શરાબ છોડતા મારે દરરોજ પીવાની ટેવ હતી. પૂજાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કોઇપણ ચીજની ટેવને છોડવા અંગે પોસ્ટ લખી છે. તેણે લખ્યું, 2 વર્ષ અને 10 મહિના બાદ હવે આ બતાવવાનો સમય આવી ગયો છે. આવતીકાલ કોણે જોઈ છે ? તમારે ખરાબ આદતો છોડવા માટે તમારી અંદરના રાક્ષસ સાથે લડવું પડે છે. તેમાં તમે માત્ર એકલા હોતા નથી. જો હું કરી શકતી હોઉ તો તમે પણ જરૂર કરી શકો છો. જો તમે કામ કરવામાં પરેશાન થાવ છો તો તમે હિંમત ન હારો અને ચાલતા રહો.
ગુજરાત પેટા ચૂંટણી 2019: થોડીવારમાં શરૂ થશે મત ગણતરી, અલ્પેશ ઠાકોરના ભાવિનો થશે ફેંસલો મહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર ? પ્રારંભિક વલણમાં ભાજપ બહુમત તરફ હરિયાણાના કિંગનો થશે ફેંસલો, મત ગણતરીની શરૂઆત
વધુ વાંચો





















