શોધખોળ કરો
COVID-19 સામે જંગ જીત્યા બાદ કોની સાથે ચાની ચુસ્કી લેતી જોવા મળી કનિકા કપૂર? જાણો
બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોનાને મ્હાત આપી ચૂકી છે હવે સાજી થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે પહોંચી ગઈ છે.
![COVID-19 સામે જંગ જીત્યા બાદ કોની સાથે ચાની ચુસ્કી લેતી જોવા મળી કનિકા કપૂર? જાણો Bollywood Singer Kanika Kapoor drink the tea with family COVID-19 સામે જંગ જીત્યા બાદ કોની સાથે ચાની ચુસ્કી લેતી જોવા મળી કનિકા કપૂર? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/27170249/Kanika-Kapoor.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોનાને મ્હાત આપી ચૂકી છે હવે સાજી થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે પહોંચી ગઈ છે. હવે કનિકા પોતાના ચાહકો માટે તસવીરો પોસ્ટ કરી રહી છે. કનિકા કપૂર હવે આઈશોલેશનની બહાર આવી ગઈ છે અને પોતાના પરિવારની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ દરમિયાન એક ખાસ તસવીર તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
કનિકા કપૂરે એક તસવીર શેર કરી છે જેમાં તે પોતાના માતા-પિતાની સાથે જોવા મળી હતી. કનિકા કપૂર પોતાના માતા-પિતા સાથે ચાની ચુસ્કી લેતી જોવા મળી હતી જે આ તસવીરમાં સ્પસ્ટ જોવા મળી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા કનિકાએ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેણે પોતાના પર કોરોના વાયરસ ફેલાવવાના આરોપ પર નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં કનિકાએ કહ્યું હતું કે, જ્યારે હું લંડનથી મુંબઈ પરત ફરી ત્યારે મને ક્વોરેન્ટાઈનનો કોઈ આદેશ મળ્યો ન હતો. ત્યાર બાદ જ્યારે હું મુંબઈથી લખનઉ પહોંચી ત્યારે પણ મને કોઈ કોરોનાનો લક્ષણો જોવા મળ્યાં ન હતાં.
તેણે દાવો કર્યો હતો કે, તેનું સ્વાસ્થ્યની કોઈ સમસ્યા નહોતી. આ માટે તે કાર્યક્રમમાં પહોંચી હતી. દાવામાં એ પણ કહ્યું હતું કે, તેણે કોઈ પાર્ટીનું આયોજન કર્યું નહતું. 17 માર્ચે જ્યારે તેને થોડી તકલીફ થવા લાગી ત્યારે તેણે ટેસ્ટ કરાવ્યો જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ તે હોસ્પિટલ પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, કનિકા 9 માર્ચે લંડનથી મુંબઈ પરત ફરી હતી ત્યાર બાદ થોડા દિવસ બાદ તે લખનઉ ગઈ હતી અને તે ઘણી પાર્ટીઓમાં જોવા મળી હતી. કનિકા કપૂરની બેદરકારીના કારણે તેની પર યુપીમાં ઘણી ફરિયાદ નોંધવામાં આવી હતી. કનિકા પર કોરોના વાયરસને લઈને લાપરવાહી દાખવવા માટે ઉત્તર પ્રદેશમાં ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)