(Source: ECI/ABP News/ABP Majha)
Nikamma Box Office Collection: બોક્સ ઓફિસ પર નકામી સાબિત થઈ 'નિકમ્મા', જાણો કેટલી કમાણી કરી
ફિલ્મ 'નિકમ્મા' થિયેટરોમાં નકામી સાબિત થઈ રહી છે. પહેલા અઠવાડીયાના અંતે જ ફિલ્મની હાલત એવી થઈ છે કે, નક્કી થયેલા શો પણ કેન્સલ કરવા પડી રહ્યા છે.
Nikamma Box Office Collection: બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દેસાની (Abhimanyu Dassani) હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ 'નિકમ્મા' થિયેટરોમાં નકામી સાબિત થઈ રહી છે. પહેલા અઠવાડિયાના અંતે જ ફિલ્મની હાલત એવી થઈ છે કે, નક્કી થયેલા શો પણ કેન્સલ કરવા પડી રહ્યા છે. ફિલ્મ એક-એક દિવસમાં કરોડોના આંકડામાં નહીં પણ લાખોમાં જ કલેક્શન કરી રહી છે. જો ફિલ્મની કમાણી આવી રીતે જ લાખોમાં ચાલતી રહી તો 'નિકમ્મા' ફિલ્મ રુ. 5 કરોડનો વકરો કરી શકશે.
દિવસ મુજબ કમાણીના આંકડાઃ
17 જૂને થિયેટરોમાં રીલીઝ થયેલી 'નિકમ્મા'એ પહેલા દિવસના અંતે 51 લાખ રુપિયાનો બિઝનેસ કર્યો છે. બીજા દિવસે એટલે કે, 18 જૂને ફિલ્મની કમાણી 48 લાખ રુપિયા રહી હતી. જ્યારે ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મે 52 લાખ રુપિયાનું કલેક્શન કર્યું હતું. આમ, 'નિકમ્મા' ફિલ્મે રીલીઝ થયાના પહેલા ત્રણ દિવસમાં કુલ 1.5 કરોડ રુપિયાની કમાણી કરી હતી. બીજી તરફ કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2' છે જે હજી પણ સતત કમાણી કરી રહી છે.
#Nikamma meets with a tragic fate... After a low starting point [Day 1], the dismal response on Day 2 and 3 seals its fate... Fri 51 lacs, Sat 48 lacs, Sun 52 lacs. Total: ₹ 1.51 cr. #India biz. pic.twitter.com/CWsz2MhXnv
— taran adarsh (@taran_adarsh) June 20, 2022
તમને જણાવી દઈએ કે, અભિમન્યુ દસાનીની ફિલ્મ 'નિકમ્મા' 1250 સ્ક્રીન્સ પર રીલીઝ થઈ હતી. 'નિકમ્મા' ફિલ્મ વર્ષ 2017માં રીલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'અબાઈ'ની હિન્દી રીમેક છે.
આ પણ વાંચોઃ
મિશન ગુજરાત 2022 : ભાજપે ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા, જુઓ લિસ્ટ