શોધખોળ કરો
Advertisement

ખેડૂતોના સમર્થનમાં ખુલીને સામે આવ્યો આ અભિનેતા, બોલ્યો- સરકાર પુરી કરે માંગો......
ખરેખરમાં સરકાર સાથે આઠ વખત વાતચીત થઇ હોવા છતાં પણ ખેડૂત આંદોલનનો અંત નથી આવી શક્યો. ખેડૂતો પોતાની માંગો પર અડી રહ્યાં છે, જ્યારે સરકાર ખેડૂતો આંદોલન પુરુ થવાની આશા રાખી રહી છે

(ફાઇલ તસવીર)
મુંબઇઃ દિલ્હીમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો હવે અભિનેતા ધર્મેન્દ્રએ સપોર્ટ કર્યો છે. ધર્મેન્દ્રનુ કહેવુ છે કે તે પણ ખેડૂતોની સાથે છે અને તેમની માંગો પુરી થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
ખરેખરમાં સરકાર સાથે આઠ વખત વાતચીત થઇ હોવા છતાં પણ ખેડૂત આંદોલનનો અંત નથી આવી શક્યો. ખેડૂતો પોતાની માંગો પર અડી રહ્યાં છે, જ્યારે સરકાર ખેડૂતો આંદોલન પુરુ થવાની આશા રાખી રહી છે.
બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ખેડૂતોના સમર્થનમાં એક ટ્વીટ કર્યુ છે. તેમને લખ્યું- આજે મારા ખેડૂત ભાઇઓને ન્યાય મળી જાય, દિલથી આશા રાખુ છુ, વિનંતી કરુ છુ, દરેક સારા લોકોને સકુન મળી જાય. સાથે એક્ટર આંદોલનની એક તસવીર પણ શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અભિનેતા ધર્મેન્દ્રએ ખેડૂતો માટે સમર્થન કર્યુ હતુ, તેમને છેલ્લે 11મી ડિસેમ્બરે પણ ટ્વીટ કર્યુ હતુ, અને ખેડૂતોનો સપોર્ટ કર્યો હતો. ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને લઈ દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતોની માંગ છે કે, સરકાર ત્રણેય નવા કૃષિ કાયદાને રદ કરે.
(ફાઇલ તસવીર)

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement


gujarati.abplive.com
Opinion