ઋત્વિક હવે આ મોટી ફિલ્મમાં કરશે કામ, પિતા રાકેશ રોશને તૈયારીઓ કરી દીધી શરૂ, જાણો વિગતે
ઋત્વિક રોશન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ વિક્રમ વેધાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાન સાથે દેખાશે.
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ વિક્રમ વેધાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાન સાથે દેખાશે. જોકે ઋત્વિક રોશનના પિતા રાકેશ રોશને વળી કૃષ-4 પર પણ કામ ઝડપથી શરૂ કરી દીધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાકેશ રોશને ફિલ્મના કાસ્ટિંગથી લઇને બાકી વસ્તુઓ પર કામ કરવાની સ્પીડ વધારી દીધી છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જૂનમાં ફિલ્મનુ શૂટિંગ શરૂ થઇ જશે. એ તે દરેક કોઇ જાણે છે કે ભારતીય સુપરહીરો કૃષ કેટલો પૉપ્યુલર છે અત્યાર સુધી ફિલ્મના ત્રણ પાર્ટ રિલીઝ થઇ ચૂક્યા છે.
રિપોર્ટ અનુસાર, કૃષ-4 ની તૈયારીઓ અને ફિલ્મનુ કાસ્ટિંગ આ વર્ષે જૂનમાં શરૂ થઇ જશે. જોકે હજુ સુધી રાકેશ રોશને એના વિશે કોઇ ફેંસલો નથી કર્યો કે કઇ એક્ટ્રેસ ફિલ્મમાં લીડ રૉલ પ્લે કરવાની છે. હજુ સુધી ફિલ્મમાં પ્રિયંડા ચોપડા જ લીડ રૉલ કરતી દેખાઇ છે. પહેલા ઋત્વિક રોશન વિક્રમ વેધાનુ શૂટિંગ પુરુ કરશે અને તે પછી ઓગસ્ટમાં દીપિકા પાદુકોણની સાથે ફાઇટર શૂટ કરશે. ફાઇટરને શૂટ કરવામાં ઋત્વિક રોશનને લગભગ 100 દિવસ લાગશે.
View this post on Instagram
2022ના અંતમાં ફિલ્મનુ શૂટિંગ ખતમ કરવાનુ પ્લાનિંગ કરવામાં આવી છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ ઇચ્છે છે કે તે પોતાની ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023એ ફાઇટર રિલીઝ કરી દેશે. જો આખા કેલ્કુલેશન અનુસાર જોવામાં આવે તો આગામી વર્ષે કૃષ-4નુ શૂટિંગ શરૂ થઇ જશે. કેમ કે આ સુપરહીરો ફ્રેન્ચાઇઝી માટે ભારે ભરખમ વીએફએક્સ અને સીજી આઇનો પ્રયોગ કવામાં આવશે.
આ પણ વાંચો...........
Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?
લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા
HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ
Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી
મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર
રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો